Advertisement
Author: નોબત સમાચાર

હોટલમાં કર્મચારીનું ગળુ દાબી હત્યા કરવાના કેસમાં અન્ય કર્મચારીને આજીવન કેદની સજા

બે વર્ષ પહેલાં રાત્રિના સમયે કરાઈ હતી હત્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં બે વર્ષ પહેલાં એક હોટલમાં યુવાનની ગળુ દાબી હત્યા કરવામાં આવી હતી. પોલીસે તે હોટલના જ અન્ય કર્મચારી સામે ગુન્હો નોંધી ચાર્જશીટ કર્યું હતું. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને આજીવન સખત કેદની સજા તથા રૂ.રપ હજારનો દંડ ફટકાર્યાે છે.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી રાધે કાઠીયાવાડી નામની હોટલના કર્મચારી તારૂરામ ભીરારામ નાગરએ ગઈ તા.૧૦-૧૧-૨૩ની રાત્રે હોટલના સંચાલક દિલીપભાઈ વજસીભાઈ ડુઆને ફોન કરીને જાણ કરી હતી કે, આ હોટલનો કર્મચારી વીનિત પટેલ તેના રૂમમાં સુતો છે, બોલતો નથી તેથી દિલીપ ભાઈ હોટલે દોડી ગયા હતા.

જ્યાં તારૂરામ તથા તેની સાથે વિરેન્દ્ર મોહનલાલ નાગર પોતાની બેગ તૈયાર રાખીને બહારગામ જવા માટે ઉભા હતા તેઓને રોકી દિલીપભાઈએ પોલીસ તથા ૧૦૮ને જાણ કરતા દોડી આવેલી પોલીસે તારૂરામની પૂછપરછ કરતા તેણે ગળુ દબાવી દઈ વીનિતની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.

આ શખ્સ સામે પોલીસે આઈપીસી ૩૦૨ હેઠળ ગુન્હો નોંધી ચાર્જશીટ કર્યું હતું. ઉપરોક્ત કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા બચાવપક્ષે દલીલ કરી હતી કે, આ બનાવ કોઈએ નજરે જોયો નથી તેથી શંકાનો લાભ આપી આરોપીને મુક્ત કરવો જોઈએ તેથી સામે સરકાર પક્ષે સીસીટીવી ફૂટેજમાં પણ આરોપી તથા ફરિયાદી સાથે દેખાય છે અને પીએમ રિપોર્ટમાં પણ ગળુ દબાવવાથી ઉપરોક્ત યુવાનનું મૃત્યુ નિપજ્યાનું પુરવાર થાય છે તેવી દલીલ કરી હતી. અદાલતે સરકાર પક્ષના વકીલ રાજેશ વશીયરની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી તારૂરામ ભીરારામ નાગરને તક્સીરવાન ઠરાવી આજીવન સખત કેદ તથા રૂ.રપ હજારનો દંડ ફટકાર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh