Advertisement

જામનગરના ગણેશ પંડાલોના સંચાલકો-કાર્યકરોનો સન્માન સમારોહ ઉત્સાહભર્યા માહોલમાં યોજાયો

એચ. જે. લાલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા

જામનગર તા.૧૧ ઃ જામનગર શહેર / જિલ્લો તથા સમગ્ર હાલારમાં અનેકવિધ સેવાકિય પ્રવૃતિઓમાં સદાય અગ્રેસર શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન જામનગર દ્વારા ઓશવાળ સેન્ટરના વાતાનુકુલીત બેન્કવેટ હોલમાં શ્રી ગણેશ મહોત્સવ – ર૦ર૧ સન્માન સમારોહ સંતો તેમજ રાજકીય અગ્રણીઓ, સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો અને ગણેશ મંડળોના સંચાલકો–કાર્યકર્તાઓની વિશાળ ઉ૫સ્થિતિમાં ઉત્સાહભર્યા માહોલમાં યોજાયો હતો. સૌ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટય કરીને સમારોહનો પ્રારંભ કરાયો હતો.

આ સમારોહના પ્રારંભે શ્રી એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, આપણે સૌ ભગવાન ગણેશજીને પ્રાર્થના કરીએ કે કોરોનાની ત્રીજી લહેરનું સંકટ આવે નહીં અને સૌની પ્રગતિ થાય, સૌ સ્વસ્થ અને સમદ્ધ બને તેમણે કોરોનાકાળમાં થયેલા અનેક નામી-અનામી વ્યકિતઓના મૃત્યુને યાદ કરવા સાથે સંસ્થા સાથે સંકળાયેલા હસમુખભાઈ વિરમગામી (ગામીસાહેબ)ની વિદાયને યાદ કરી સૌ હુતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

આ પ્રસંગે જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્નાએ જણાવ્યું હતું કે, લાલ પરિવારના ટ્રસ્ટ દ્વારા થતાં સેવાકાર્યો આવકારદાયક છે. ગણેશ વિસર્જનના કાર્યક્રમમાં પણ લાલ પરિવાર દ્વારા સાધન સુવિધા આપવામાં આવે છે અને જીતુભાઈ લાલ સતત હાજર રહે છે. આ ટ્રસ્ટના માધ્યમથી લાલ પરિવાર આવા સેવાકાર્યો કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

'નોબત'ના તંત્રી પ્રદીપભાઈ માધવાણીએ તેમની લાગણી વ્યકત કરી જણાવ્યું હતુ કે લાલ પરિવાર હંમેશાં સેવાકાર્યોમાં અગ્રેસર રહ્યો છે.

શહેરની કો.કો.બેન્કના ચેરમેન પ્રવીણભાઈ ચોટાઈએ અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલની શ્રીજી શિપિંગ કંપનીની રાષ્ટ્રીય સફરને યાદ કરીને આ પરિવારની સિદ્ધિને અભિનંદન આપ્યા હતા. લાલ પરિવાર નાણાં કમાઈ જાણે છે અને વાપરી પણ જાણે છે. લાલ પરિવારે જામનગરને ઘણું આપ્યુ છે અને હજી આપતા રહેશે. સેવાકાર્યો અને વ્યવસાયમાં લાલ પરિવારે જામનગરનું નામ રોશન કર્યુ છે.

શહેરના પૂર્વ મેયર સનતભાઈ મહેતાએ એચ.જે.લાલ ટ્રસ્ટની સૌથી મોટી સેવાને યાદ કરી હતી. જામનગરની સિટી ડિસ્પેન્સરીના સ્થળે આ ટ્રસ્ટ દ્વારા અદ્યતન – વિશાળ હોસ્પિટલ માટે માતબર રકમનું દાન આપવામાં આવ્યુ છે. આ હોસ્પિટલના કારણે ચાર વોર્ડના અંદાજે એકાદ લાખ લોકોને આરોગ્યલક્ષી સેવા મળશે. અહીં મહદ્દઅંશે ગરીબ અને મધ્યમવર્ગના લોકો રહેતા હોય આવા વર્ગની દુઆ લાલ પરિવારને મળશે. વધુને વધુ સેવાકાર્યો કરવાની ગણેશજી તેમને શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

શહેર ભાજપના પૂર્વ પ્રમુખ એડવોકેટ અશોકભાઈ નંદાએ જણાવ્યું હતુ કે, પૂ.બાબુકાકાના સંસ્કારોનો વારસો લાલ પરિવારના સંતાનોએ દીપાવ્યો છે. અશોકભાઈ અને જીતુભાઈ ઈશ્વરમાં અપાર શ્રદ્ધા અને લાગણી સાથે સેવાકાર્યો કરે છે.

પૂર્વ ધારાસભ્યશ્રી લાલજીભાઈ સોલંકીએ પૂ.બાબુકાકા જ્યારે રાજ્યના મંત્રી હતા તે સમયના સ્મરણોને તાજા કર્યાં હતા. બાબુભાઈ લાલના નામે રચાયેલા ટ્રસ્ટને લાલ પરિવારે ગૌરવવંતુ કર્યું છે. ધાર્મિક, સામાજિક, આરોગ્ય, શિક્ષણ, પાણી વિતરણ જેવા ક્ષેત્રોમાં સેવાકીય પ્રવૃતિઓ સાથે અગ્રેસર રહ્યા જ છે પણ જેમના આંગણે હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ પ્લેન છે તેવો પરિવાર જામનગરનું જ નહીં સૌરાષ્ટ્રનું ગૌરવ બન્યા છે. આ પરિવારમાં ભગવા પ્રકૃતિ તેમના દિલમાં છે.

શહેર ભાજપના પૂર્વ પ્રમુખ એડવોકેટ હસમુખભાઈ હિંડોચાએ ગણેશોત્સવની ઉજવણી દેશમાં કેવી રીતે શરૃ થઈ તેનો ઈતિહાસ જણાવી કહ્યું હતું કે, સમાજને સંગઠિત કરવામાં ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને લાલ પરિવાર આવા ઉત્સવોના આયોજકોને પ્રોત્સાહિત કરી સમાજમાં ધાર્મિકતા અને એકતાના સંદેશ સાથે સમાજને સંગઠ્ઠીત કરવાનું મહાન કાર્ય કરે છે. લાલ પરિવારના સેવાકાર્યોને બિરદાવી તેમણે અભિનંદન આપ્યા હતા.

એચ.જે.લાલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલે તેમના ઉદ્દબોધનમાં ખૂબ જ વિનમ્ર ભાવે જણાવ્યું હતુ કે અમે જે કાંઈ કરી રહ્યા છીએ તે તો ફૂલની પાંખડી બરાબર છે. અમારે હજી ઘણું કરવાનું છે. સમાજ પ્રત્યે અમારી ફરજ છે. જામનગરમાં ગણેશોત્સવને ઉજવવા જે મંડળો સાથે તેના સંચાલકો, કાર્યકરો મહેનત કરે છે તેમને વંદન કરૃ છું. છેલ્લા ૧ર વર્ષથી ટ્રસ્ટના માઘ્યમથી સેવાકીય પ્રવૃતિઓ નાનાભાઈ જીતુભાઈ સંભાળી રહયાછે. જામનગરમાં સિટી ડિસ્પેન્સરીના સ્થળે હોસ્પિટલનું નિર્માણ કરવાનો અવસર આપવા બદલ તેમણે મહાનગરપાલિકાનો આભાર માન્યો હતો. ઈશ્વરના આશીર્વાદ અને વડીલોના સંસ્કારો સાથે જે કંઈ કરી રહ્યા છીએ તેમાં અમે માત્ર નિમિત્ત જ છીએ.

આ સાથે તેમણે શુભ અને અશુભ લક્ષ્મીનો અર્થ સમજાવી ઈશ્વરે આપેલી સંપત્તિનો સદ્દઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. હંમેશાં શુભલક્ષ્મી કમાવવાની ભાવના રાખજો અને સમાજના કાર્યો, જરૃરિયાતમંદને મદદરૃપ થવામાં વાપરજો. આ સાથે તેમણે સંકલ્પ વ્યકત કરી ગૌરવભેર જણાવ્યું હતું કે અમારા પરિવારના ટ્રસ્ટની પ્રવૃત્તિઓ નિરંતર ચાલુ જ રહેશે અને કોઈપણ આફત સમયે કે જરૃર પડશે ત્યારે ખડે પગે સૌની સાથે રહેશું તેવો વિશ્વાસ આપ્યો હતો.

આ સમારોહમાં પધારેલા સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજે જણાવ્યું હતું કે, સમાજમાં લાલ પરિવારના સંતાનો જેવા વીરલાઓ છે અને ખાસ કરીને જે લોકો સારૃં કામ કરે છે તેમને પ્રોત્સાહિત કરવાનું, બિરદાવાનું સત્કર્મ લાલ પરિવાર કરે છે અને અન્યને પ્રેરણા અને માર્ગદર્શન આપી રહયા છે. અઢળક સંપત્તિ હોવા છતાં વરસોથી લાલબંધુઓ સાદાઈ, સરળતા સાથે નિરાભિમાની ભાવના સાથે સેવાકાર્યો કરે છે, જે તેમના વડીલોના સંસ્કારો દર્શાવે છે અમે માત્ર નિમિત્ત જ છીએ તેવી ભાવના સાથે વડીલોના સંસ્કારોનું જતન કરી રહયા છે. દાસ બનીને સેવા કરે છે, જે તેમની મહાનતા દર્શાવે છે, "કરે છે તમામ સાથે વહાલ, લક્ષ્મીજીના આશિષ તેમના ભાલ, એટલે જ લાલ કરે છે કમાલ" તેમ શાયરાના અંદાજમાં કહેતા ઉમેર્યું હતું કે, સત્કાર્યોમાં લક્ષ્મીજીની અપાર કૃપા પ્રાપ્ત થતી રહી છે. સ્વામીજીએ લાલ પરિવારને અભિનંદન આપી તેમના પર સદાય ઈશ્વરની કૃપા વરસતી રહે તેવા આશીર્વાદ આપ્યાં હતા.

આ સમારોહમાં ૫, નવતન-પુરીધામના ૧૦૮ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજે તેમના આશીર્વચનમાં જણાવ્યુ હતીં કે, જેમના પર પરમાત્માની કૃપા હોય તેઓ જ પુણ્યના કામો કરી શકે છે. તેમણે કૃષ્ણ અને અર્જુનનું દૃષ્ટાંત આપતા જણાવ્યુ હતુ કે, કૃષ્ણે અર્જુનને કહ્યું હતું કે "હું તારી સાથે છું પણ કામ કરવામાં તો નિમિત્ત તારે જ બનવું પડશે." ધાર્મિક ભાવના સાથે લાલ પરિવાર ધાર્મિક ઉત્સવોને મહત્વ આપે છે તે ખૂબ મોટું સેવાકાર્ય છે. ધર્મના પુનિત કાર્યોથી લાલ પરિવાર દ્વારા વધુને વધુ લોકો લાભાન્વિત થાય તેવા આશીર્વાદ સાથે તેમણે ટ્રસ્ટને અભિનંદન આપ્યા હતા.

આ સમારોહમાં ઉપસ્થિત સંસદસભ્ય પૂનમબેન માડમે તેમના ઉદ્દબોધનમાં પોતાના માડમ પરિવારના વડવાઓ અને બાબુકાકા સાથેના પરિવારના વડવાઓ અને બાબુકાકા સાથેના પારિવારિક સંબંધોને યાદ કરી જણાવ્યું હતું કે, પૂ.બાબુકાકાના આશીર્વાદ અને પ્રેરણા અમને પણ મળ્યા છે જ્યારે વડીલોએ કંડારેલી સેવાકાર્યોની કેડીને આગળ ધપાવીએ ત્યારે જ તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ તેમ કહેવાય. અશોકભાઈ અને જીતુભાઈ લાલ પાસે સેવાકાર્ય માટે જવું પડે તે પહેલા જ તેઓ કાર્ય શરૃ કરી ચૂક્યા હોય છે. આ તેમની સેવા માટેની અદ્દભુત ભાવના છે તાજેતરમાં થયેલી અતિવૃષ્ટિમાં ફૂડપેકેટ તૈયાર કરાવી રહ્યા છીએ તમે જ્યાં જરૃર હોય ત્યાં સૂચન કરો તેવું જીતુભાઈ લાલે મને ફોન કરી જણાવ્યું હતુ. અર્થાતૂ લોકોના વ્હારે આવવામાં આ પરિવાર હંમેશાં અગ્રેસર રહયો છે.

લાલ પરિવાર સાથેના સંબંધો અંગે તેમણે જણાવ્યું કે, તેમના સત્કાર્યોથી અમને પણ સંતોષ અને ગૌરવ થાય છે. તેમની પાસે છે તેઓ સમાજને કંઈક આપી છૂટે તે મહત્વનું છે. કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહમાં એક અમેરિકન દંપતિએ પાંચ વર્ષની દીકરીને દત્તક લીધાનો પ્રસંગ વર્ણવી તેમણે સમાજ ઉપયોગી કાર્ય માટે પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.

 ઉદ્દબોધનના અંતે સાંસદે લાલ પરિવાર તેમજ ઉપસ્થિત અનેક ગણેશ ઉત્સવના આયોજકોને અપીલ કરી હતી એ આવતા વરસે તમે ગણેશોત્સવનું આયોજન કરો ત્યારે તેમાં સ્વચ્છતાના સંદેશ સાથેનું થીમ રાખજો.

લાલ પરિવારના સેવાકાર્યોને તેમણે દિલથી બિરદાવી અંતમાં જણાવ્યું હતું કે, સેવાકાર્યોના માઘ્યમથી જ સારા સમૃદ્ધ સમાજનું નિર્માણ થાય છે.

આ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના ઉદ્દબોધન પછી ગણેશ મંડળોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહના અંતે ઉપસ્થિત આગેવાનો, કાર્યોકરો અને ગણેશ પંડાલના આયોજકોએ સમૂહ-ભોજનનો આસ્વાદ સંગાથે માણ્યો હતો.

આ સમારોહમાં ૫, નવતનપુરીધામના આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજ, સ્વામિ-નારાયણ મંદિરના ચતુર્ભુજદાસજી સ્વામી, સાંસદ પૂનમબેન માડમ, જામનગરના મેયર બીનાબેન કોઠારી, જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, કો.કો.બેન્કના ચેરમેન પ્રવીણભાઈ ચોટાઈ, વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્ના, માર્કેટિંગ યાર્ડના ચેરમેન પ્રવીણસિંહ ઝાલા, જામનગર ચેમ્બરના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ મહેતા, ધી સીડઝ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસો.ના માનદમંત્રી લક્ષ્મીદાસભાઈ રાયઠઠ્ઠા, નોબતના તંત્રી પ્રદીપભાઈ માધવાણી, ખબર ગુજરાતના મેનેજિંગ ડાયરેક્ટર વિપુલભાઈ કોટક, ગુજરાત બાર કાઉન્સીલના મનોજભાઈ અનડકટ, હાપા ઉદ્યોગના ધીરૃભાઈ કારીયા, રાષ્ટ્રીય સફાઈ આયોગના પૂર્વ ચેરમેન મનહરભાઈ ઝાલા, ભારતીય જનતા પાર્ટી જામનગર શહેરના મહામંત્રી મેરામણભાઈ ભાટુ, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અઘ્યક્ષો હસમુખભાઈ હિંડોચા, હિતેનભાઈ ભટ્ટ, અશોકભાઈ નંદા, પૂર્વ મેયરો પ્રતિભાબેન કનખરા, અમીબેન પરીખ, સનતભાઈ મહેતા, કનકસિંહ જાડેજા, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, લઘુમતિ મોરચાના ઈકબાલભાઈ ખફી (ભુરાભાઈ), મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા અલ્તાફભાઈ ખફી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભરવાડીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, પૂર્વ જિલ્લા પંચાયત વિપક્ષનેતા કાસમભાઈ ખફી,  પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, મહિલા બેન્કના ચેરમેન શેતલબેન શેઠ, વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના પ્રભારી અરજણભાઈ સોજીત્રા, પટેલ સમાજના અગ્રણી વશરામભાઈ ચોવટીયા, મીડિયા જગતમાંથી જીટીપીએલના જયેશભાઈ રૃપારેલીયા, આજકાલના હિરેનભાઈ ત્રિવેદી, મુકેશભાઈ ગઢવી, સાંજ સમાચારના ડોલરભાઈ રાવલ, સૌરાષ્ટ્ર આસપાસના વિજયભાઈ કોટેચા, કોર્પોરેટરો નિલેશભાઈ કગથરા, સુભાષભાઈ જોશી, આશિષભાઈ જોશી, કેતનભાઈ નાખવા, પરાગભાઈ પોપટ, જીતુભાઈ શિંગાળા, ધિરેન મોનાણી, પાર્થ જેઠવા, પાર્થ કોટડીયા, મુકેશભાઈ માતંગ, અલ્કાબા જાડેજા, પન્નાબેન કટારીયા, શારદાબેન વિઝુંડા, ડિમ્પલબેન રાવલ, સરોજબેન વિરાણી, ક્રિષ્નાબેન સોઢા, જશુબા ઝાલા, લાભુબેન બંધીયા, કૃપાબેન ભારાઈ, પ્રભાબેન ગોરેચા, તૃપ્તીબેન ખેતીયા, આનંદભાઈ રાઠોડ, ધવલભાઈ નંદા, રચનાબેન નંદાણીયા, જેનબબેન ખફી તેમજ પૂર્વ કોર્પોરેટરો વનરાજસિંહ જાડેજા, શીશીર કટારમલ, કમલાસિંધ રાજપુત, બાબુભાઈ ચાવડા, પ્રકાશભાઈ કનખરા, દિલીપસિંહ જાડેજા, હર્ષિદાબેન પંડ્યા, વિનુભાઈ બકરાણીયા, ભરતસિંહ જાડેજા, યુસુફભાઈ ખફી, અકબરભાઈ ખફી, આનંદભાઈ ગોહિલ તેમજ જામનગર લોહાણા મહાજનના માનદમંત્રી રમેશભાઈ દત્તાણી, ખજાનચી અરવિંદભાઈ પાબારી, ઓડીટર હરેશભાઈ રાયઠઠ્ઠા તેમજ જામનગર જલારામ સમિતિના ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, અતુલભાઈ પોપટ, ભરતભાઈ કાનાબાર, રાજુભાઈ હિંડોચા, અનિલભાઈ ગોકાણી, મધુભાઈ પાબારી, નિલેશભાઈ રાયઠઠ્ઠા, રાજુભાઈ મારફતીયા તેમજ શહેરના અગ્રણીઓ મેરામણભાઈ પરમાર, લક્ષ્મીદાસભાઈ ભાનુશાળી, ભાટીયા સમાજના પ્રમુખ દિલીપભાઈ આશર, ચેતનભાઈ માધવાણી, જામનગર ચેમ્બરના માનદમંત્રી અક્ષતભાઈ વ્યાસ, ગ્રેઈન માર્કેટ એસો.ના પરેશભાઈ મહેતા, અરવિંદભાઈ મહેતા, દેવેનભાઈ પાબારી, અને રબારી સમાજના અગ્રણી હરદાસભાઈ રબારી, સહદેવસિંહ ચુડાસમા, નિરજભાઈ દતાણી, હિતુલભાઈ કારીયા, દિનેશભાઈ મારફતીયા, મનીષભાઈ રોહેરા, હરિભાઈ રોહેરા, એડવોકેટ સંજયદાન ગઢવી, એડવોકેટ પીયુષભાઈ ભોજાણી, સંજયભાઈ ગઢવી, ભીખુભાઈ મોરજરીયા, ગોવિંદભાઈ મોરઝરીયા, ચેતનભાઈ અનડકટ, કાનભાઈ આંબલીયા, ઈલેશભાઈ પટેલ, લધુભા જાડેજા, ડો. એમ.એમ. ઓઝા, ડો. હિતેષભાઈ જોશી, મનીષભાઈ ઠાકર, જતીનભાઈ કુંડલીયા, માંડણભાઈ કેશવાલા, રીતેશભાઈ ધાનાણી, શિવસાગરભાઈ શર્મા, આર.પી. ધાડીયા, આરતીબેન હીરપરા, અલ્કાબેન પંડયા, ભાવિષાબેન ધોળકીયા, ઉર્મિલાબેન ઉમરાણીયા, ગીતાબેન દવે, પૂર્ણાબા રાઠોડ, સુભાષભાઈ પાલા, રામભાઈ ગઢવી, હેંમતસિંહ ગોહિલ, પ્રવિણભાઈ ટંકારીયા, નરેન્દ્રભાઈ નકુમ, સંજયભાઈ આશર, ઋષિરાજસિંહ જાડેજા, દિનેશભાઈ રબારી, હુશેન મુરીમા, મુકેશભાઈ ડાભી, અનવર સંધાર, અકબર કકલ, મનુભાઈ હરિયાણી, ચંદ્રેશ કામદાર, જીતુ પટેલ, આસિત વોરા, ચીનાભાઈ ચોટાઈ, હલુભાઈ પટેલ, જસ્મીન ધોળકીયા, ભાવેશ કોઠારી, ચંદ્રસિંહ વાળા, ચંદ્રવદન ત્રિવેદી, અશોકભાઈ ભંડેરી, દીપકભાઈ વાછાણી, નયનભાઈ વ્યાસ, સુભાષભાઈ પરમાર, રાજદીપસિંહ જાડેજા, તેમજ શહેરના પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારમિત્રો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમની સફળતા માટે ટ્રસ્ટના ટ્રસ્ટી મિતેષભાઈ લાલ, ક્રિષ્નરાજભાઈ લાલ, વિરાજભાઈ લાલ સાથે ટ્રસ્ટના કાર્યકરો પ્રફુલભાઈ મહેતા, સુનિલભાઈ આશર, અજય કોટેચા, સંજયભાઈ જાની, નિલેશભાઈ પાબારી, દસ્તગીર શેખ, દિલી૫સિંહ ૫૨મા૨, વિ૨ાજ કાનાબા૨, સોહન સોનછાત્રા, જીતુ નથવાણી, ૨ાજેશ ૫૨મા૨ (આ૨.કે.) વિગે૨ેએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના આ૨ંભમાં હાસ્ય-કલાકા૨ ધા૨શીભાઈ બે૨ડીયાએ હાસ્ય૨સનો કાર્યક્રમ ૨જૂ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સિનિયર ૫ત્રકા૨ ગિ૨ીશભાઈ ગણાત્રા, બિમલભાઈ ઓઝા તથા નેહાબેન ૫ા૨ેખે કર્યું હતું.

ગણેશ મરાઠા મંડળ દ્વારા લાલ પરિવારનું અભિવાદન

જામનગરના ગણેશ પંડાલોના સંચાલકો - આયોજકોનો સન્માન સમારંભ સતત ૧૨ વર્ષથી આયોજિત કરનાર એચ. જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક લાલ પરિવાર વતી સંસ્થાના ટ્રસ્ટી જીતુભાઈ લાલનું શહે૨ના ચાંદીબજાર વિસ્તારના સુવિખ્યાત ગણેશ મરાઠા મંડળ દ્વા૨ા સ્મૃતિચિહ્ન અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit