Advertisement

વિવિધ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર દેશભરમાં જુલાઈ-ર૦રર સુધીમાં મૂકાશે પ્રતિબંધઃ દંડની જોગવાઈ

કેન્ડી, ફૂગ્ગા, આઈક્રીમ, ઈયરબર્ડર્સમાં વપરાતી પ્લાસ્ટિક સ્ટીક પર જાન્યુઆરીથી અને

નવી દિલ્હી તા. ર૪ઃ દેશભરમાં આઈસક્રીમ, કેન્ડી, ફુગ્ગામાં વપરાતી પ્લાસ્ટિક સ્ટિક પર જાન્યુઆરી ર૦રર થી પ્રતિબંધ મૂકાશે, તે પછી પ્લાસ્ટિકના કપ, ગ્લાસ, ચમચી, ઈયરબર્ડર્સની સ્ટિક, કન્ટેનર્સના ઢાંકણા, ટ્રે વગેરે પણ તબક્કાવાર જુલાઈ-ર૦રર સુધીમાં પ્રતિબંધિત કરાશે.

દેશભરમાં જાન્યુઆરી-ર૦રર થી આઈસક્રીમ, કેન્ડીમાં વપરાતી પ્લાસ્ટિક સ્ટિક પર પ્રતિબંધ મૂકાશે. તે પછી તબક્કાવાર પ્લાસ્ટિકના કપ, ગ્લાસ, ચમચી વગેરે ઉપર પણ આવતા વર્ષે પ્રતિબંધ મૂકી દેવાશે. રાજ્ય કક્ષાના પર્યાવરણ મંત્રી અશ્વિન ચોબેએ સંસદમાં પ્લાસ્ટિકના પ્રતિબંધ અંગે રૃપરેખા રજૂ કરી હતી. કેન્દ્ર સરકારના આયોજન પ્રમાણે જાન્યુઆરી-ર૦રર થી પ્લાસ્ટિકના વપરાશ ઉપર પ્રતીબંધ મૂકાવવાની શરૃઆત થશે.

તબક્કાવાર બધા જ પ્રકારના પ્લાસ્ટિક ઉપર અને તેની બનાવટો ઉપર પ્રતિબંધ લાગશે. ખાસ તો ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકની બનાવટો જુલાઈ-ર૦રર થી બંધ કરવાનું સરકારનું આયોજન છે. જાન્યુઆરી-ર૦રર થી જે પ્રોડક્ટમાં પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ થશે, એમાં આઈસક્રીમ, કેન્ડીમાં વપરાતી પ્લાસ્ટિકની સ્ટિક્સ, ફુગ્ગા, ઈયરબર્ડર્સમાં વપરાતી પ્લાસ્ટિકની સળીઓ, પ્લાસ્ટિકના ધ્વજ વગેરેનો સમાવેશ થાય છે. આ બધી જ પ્રોડક્ટમાં જાન્યુઆરી-ર૦રર થી પ્રતિબંધ મૂકાશે. પછીના તબક્કામાં પ્લાસ્ટિકના એક વખત વપરાતા ગ્લાસ, ચાના અને તે સિવાયના કપ, કાંટા-ચમચી, કેપ કાપવામાં વપરાતી પ્લાસ્ટિકની છરી, સ્ટ્રો, કન્ટેનરમાં વપરાતા ઢાંકણા, ટ્રે, પ્લાસ્ટિકની થેલીઓ વગેરે ઉપર પ્રતિબંધ મૂકાશે. આ ચીજવસ્તુઓ ઉપર સંભવતઃ એકાદ વર્ષ પછી એટલે કે જુલાઈ-ર૦રર થી પ્રતિબંધ લાગે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારના કહેવા પ્રમાણે ચાલુ વર્ષની શરૃઆતથી જ આવી પ્રોડક્ટ બનાવતી કંપનીઓ, ઉત્પાદકો, કારખાનાના માલિકો, સ્ટોકિસ્ટ, વિતરકો, ઈમ્પોર્ટર, એક્સપોર્ટર વગેરેને નોટિફિકેશન આપી દેવામાં આવ્યું છે. તેમને એક વર્ષમાં આ પ્રોડક્ટનું ઉત્પાદન-વેંચાણ બંધ કરવાનું જણાવાયું છે.

સરકારના અહેવાલમાં કહેવાયું હતું કે, ર૦૧૬ ના કાયદા પ્રમાણે સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો કરવાના પ્રયાસો શરૃ કરી દેવાયા છે. રાજ્યોમાં પણ અલગ અલગ જોગવાઈઓ હેઠળ પર્યાવરણને નુક્સાન કરતા પ્લાસ્ટિકના ઉપયોગ પ્રતિબંધો મૂકવાનું શરૃ થયું છે. રાજ્ય સરકારે અને સ્થાનિક સરકારી બોડીએ એ કાયદા અંતર્ગત દંડની જોગવાઈ પણ કરી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit