Advertisement

વિશ્વનાથ વેદ પાઠશાળામાં ત્રિ-દિવસીય ગુરુપૂર્ણિમા ઉત્સવ

ભાટિયા તા. ર૧ઃ ખંભાળિયા-ભાટિયા રોડ ઉપર આવેલ પૂ. મગનભાઈ રાજ્યગુરુ પ્રેરિત સાંસ્કૃતિક સેવા નિધિ દ્વારા સંચાલિત વિશ્વનાથ વેદ પાઠશાળા (વિશ્વનાથ વેદધામ) (વડત્રા) માં ર૧, રર, ર૩ જુલાઈના ત્રિ-દિવસીય ગુરુપૂર્ણિમા ઉત્સવનું આયોજન કરાયું છે.

તા. ર૧/૭ ના સાંજે પાંચ વાગ્યે મુખ્ય પ્રવેશ દ્વારનું ઉદ્ઘાટન પૂ. રમેશભાઈ ઓઝાના હસ્તે કરવામાં આવશે. તા. રર/૭ ના સવારે ૧૦ વાગ્યે દ્વારકાધીશ મંદિરે નૂતન ધ્વજારોહણ થશે. તા. ર૩/૭ ના ગુરુપૂજન, માતૃમંદિરે ધ્વજારોહણ, યજ્ઞ વગેરે યોજાશે.

આ પ્રસંગે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), સંસદસભ્ય પૂનમબેન માડમ, ધારાસભ્ય વિક્રમભાઈ માડમ સહિતના મહાનુભાવો હાજરી આપશે. પ્રવેશદ્વારના દાતા જમનાદાસ મીરાણી પરિવાર, દ્વારકાધીશ ધ્વજાના દાતા હિતેષભાઈ રૃપારેલિયા, ગુરુપૂજનવિધિના દાતા ગોવિંદભાઈ, વિક્રમભાઈ છૂછર પરિવાર તથા માતૃ મંદિર ધ્વજાના દાતા કિસનભાઈ મીરાણી પરિવારે સહયોગ આપ્યો છે.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit