Advertisement

દેશમાં ર૪ કલાકમાં ૨૬,૦૪૧ કોરોનાના નવા કેસ નોંધાયાઃ ૨૭૬ દર્દીઓના મૃત્યુ

કેરળમાં એક દિ'માં ૧પ હજારથી વધુ કેસઃ ૧૬પ મૃત્યુ

નવી દિલ્હી તા. ર૭ઃ દેશમાં ર૪ કલાકમાં ર૬,૦૪૧ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જ્યારે ર૭૬ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં ર૪ કલાકમાં માત્ર ર૧ કેસ નોંધાયા છે.

દેશમાં એક્ટિવ કેસ પણ ઘણાં લાંબા સમય પછી ૩ લાખથી નીચે પહોંચી ગયા છે. હાલમાં કોરોના મહામારીની ગંભીર અસર કેરળમાં જોવા મળી રહી છે. અહીં એક દિવસમાં ૧પ,૯પ૧ કેસ નોંધાયા છે જ્યારે ૧૬પ દર્દીના મોત થયા છે. તેની તુલનામાં ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યા કાબૂમાં છે. છેલ્લા ર૪ કલાકમાં દેશમાં ર૬,૦૪૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ ના કારણે ર૭૬ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૬,૭૮,૭૮૬ થઈ ગઈ છે.

આ ઉપરાંત દેશમાં કુલ ૮૬,૦૧,પ૯,૦૧૧ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ર૪ કલાકમાં ૩૮,૧૮,૩૬ર કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના વાઈરસ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ર૯ લાખ ૩૧ હજાર ૯૭ર લોકો સાજા પણ થઈ ચૂક્યા છે. છેલ્લા ર૪ કલાકમાં ર૯,૬ર૧ દર્દીઓ સાજા થયા છે. હાલમાં ર,૯૯,૬ર૦ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૭,૧૯૪ લોકોના કોરોના વાઈરસના કારણે મોત થયા છે.

બીજી તરફ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ રપ સપ્ટેમ્બર, ર૦ર૧ સુધીમાં કુલ પ૬,૩ર,૪૩,ર૪પ કોરોના સેમ્પલનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. શનિવારના ર૪ કલાકમાં ૧૪,૮૮,૯૪પ સેમ્પલનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના ર૧ કેસ નોંધાયા છે. ૧૯ દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧પ,૬૧૮ દર્દીઓએ કોરોનાને મહાત આપી છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ પણ ૯૮.૭૬ ટકા થયો છે. ગુજરાતમાં હાલ ૧પ૧ એક્વિવ કેસ છે. જે પૈકી ૩ વેન્ટિલેટર પર છે, જ્યારે ૧૪૮ સ્ટેબલ છે. કુલ ૮,૧પ,૬૧૮ નાગરિકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૧૦,૦૮ર લોકોએ જીવ ગુમાવ્યા છે.

જો કે, રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનના ૭, સુરત કોર્પોરેશનના પ, વડોદરા કોર્પોરેશનના ૪, અમરેલી-૧, ભાવનગર કોર્પોરેશન-૧, ખેડા-૧, સુરત-૧ અને વલસાડમાં ૧ કેસ નોંધાયો છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit