Advertisement

જામનગર શહેરમાં સતત બીજા દિવસે પણ પ્રચંડ ધડાકાઓ અવિરત ચાલુ

એરફોર્સની કવાયતને લઈને

જામનગર તા. રપઃ જામનગર શહેરમાં ગઈકાલે સવારથી જ ધરતી ધ્રૂજતી રહી હતી અને વારંવારના પ્રચંડ ધડાકાઓને લઈને બારી-દરવાજા ખખડાયા હતાં અને લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. જે પરંપરા આજે પણ ચાલુ જ રહી છે અને આજે પણ સવારથી ધડાકા અનુભવાઈ રહ્યા છે. એરફોર્સની કવાયતને લઈને આ ધડાકા સંભળાઈ રહ્યા છે.

જામનગર શહેરમાં એરફોર્સ દ્વારા છેલ્લા બે દિવસથી સૈન્ય અભ્યાસની જુદી જુદી કવાયતો ચાલી રહી છે. જેમાં અનેક ફાઈટર પ્લેન ઊડવાના કારણે હવામાં પ્લેનના ગડગડાટ સંભળાઈ રહ્યા છે. જેની સાથે સાથે બોમ્બ બ્લાસ્ટની પણ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના કારણે ક્રમશઃ પ્રચંડ ધડાકા સંભળાઈ રહ્યા છે.

જામનગર શહેરમાં ગઈકાલે સવારથી સાંજ સુધીમાં અનેક વખત ધડાકા સંભળાયા હતાં, અને ધરતી ધ્રુજતી હતી. ઉપરાંત મકાનના બારી-દરવાજા પણ ખખડ્યા હતાં. સૌ પ્રથમ લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો, પરંતુ તંત્ર દ્વારા એરફોર્સની કવાયત હોવાનું જાહેર કરાતા હાંશકારો થયો હતો.

જે પ્રક્રિયા અજો સતત બીજા દિવસે પણ ચાલુ રહી છે. એરફોર્સના ફાઈટર પ્લેનોના આકાશમાં આંટાફેરા જોવા મળ્યાની સાથે સાથે પ્રચંડ ધડાકાઓ પણ સંભળાઈ રહ્યા છે અને જામનગરની ધરતીમાં વારંવાર કંપન્ન જોવા મળી રહ્યું છે. જામનગરમાં એરફોર્સ વિભાગની ચાલી રહેલી કવાયત કારણભૂત હોવાનું તંત્ર દ્વારા જાહેર કરાયું છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit