Advertisement

દિગ્જામ સર્કલ પાસે ગુજરાત ગેસની પાઈપલાઈનમાંથી થતું લીકેજ અટકાવાયું

જામનગર તા. ૧૪ઃ જામનગરના દિગ્જામ સર્કલ પાસે આજે બપોરે ગેસની પાઈપલાઈનમાંથી લીકેજ થતું હોવાની ફાયરબ્રિગેડને જાણ કરાતાં ફાયરનો કાફલો ધસી ગયો હતો. તે પછી લીકેજ અટકાવાયું હતું. આ કાર્યવાહી મોકડ્રીલ અંતર્ગત કરવામાં આવી હોવાનું જાહેર થયું છે.

જામનગરના દિગ્જામ સર્કલ ૫ાસેથી પસાર કરવામાં આવેલી ગુજરાત ગેસની પાઈપલાઈનમાં આજે બપોરે લીકેજ થયું હોવાની ટેલિફોનિક જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતાં ફાયરનો કાફલો યુદ્ધના ધોરણે સ્થળ પર ધસી ગયો હતો. ત્યાં જઈ ફાયરના જવાનોએ લીકેજ શોધી કાઢયા પછી કોઈ દુર્ઘટના બને તે પહેલાં લીકેજ અટકાવ્યું હતું. કામગીરી પૂર્ણ થયા પછી તે મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit