Advertisement

ખંભાળીયા-દ્વારકાના નેશનલ હાઈવેના કામમાં બેદરકારી અંગે કાનૂની રાહે લડતની હીલચાલ

ખંભાળીયા તા. ર૪ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયાના દેવળીયાથી દ્વારકાના કુરંગા રોડ પર નવા બનતા નેશનલ હાઈવેના કામમાં ગંભીર બેદરકારી તથા ઠેરઠેર ડાયવર્ઝનમાં ખાડાના મુદ્દે ગઢવી આગેવાન તથા પત્રકાર પરબતભાઈ ગઢવી દ્વારા કાનૂની રાહે પગલાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

નેશનલ હાઈવેના કામે બિસ્માર ખાડાવાળા રસ્તા, પાણી ભરેલા ખાડાવાળા ડાયવર્ઝનને લીધે લોકો દરરોજ પરેશાની ભોગવી રહ્યાં છે. નાના-મોટા અકસ્માતોમાં મૃત્યુ થયાના બનાવો પણ બન્યા છે. અણઘડ આયોજન અને ધીમી ગતિએ ચાલતા કામથી લોકો એક વર્ષથી પરેશાન છતાં કંઈ પગલા ન લેવાતા પરબતભાઈ ગઢવીએ કાનૂની રાહે પગલાની તજવીજ શરૃ કરી છે. જો તાકીદે સમારકામ નહીં થાય તો કોર્ટના દ્વારે ન્યાય માંગવામાં આવશે.

આ પહેલા પાલિકા પદાધિકારીઓ તથા નાગરિક સમિતિ દ્વારા પણ ફરિયાદો થઈ હતી અને હવે લોકોનો રોષ ઉગ્ર બન્યો છે.

(તસ્વીરઃ મુકેશ મોકરીયા)



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit