Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુનિક મર્કેન્ટાઈલ કંપની સામે કાનૂની જંગઃ
જામનગર તા. ૧૬: જામનગરમાં કેટલાક આસામીઓ સાથે યુનિક મર્કેન્ટાઈલ નામની પેઢીએ રોકાણના નામે રકમ મેળવ્યા પછી પરત ન ચૂકવતા પાંચ રોકાણકારોએ અદાલતનો આશરો લીધો હતો. તે પછી આ રોકાણકારોનું પાર્ટ પેમેન્ટ કંપની દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે.
જામનગરમાં સિવિલ એન્જિનિયરીંગની સાથે અન્ય વ્યવસાય પણ કરતા અને ઠેબા ચોકડી નજીક રેસ્ટોરન્ટ ચલાવતા જીતેન્દ્ર કરગથરા નામના આસામીએ યુનિક મર્કેન્ટાઈલ ઈન્ડિયા લિ. કંપનીમાં તેના એજન્ટના સમજાવ્યા મુજબ રોકયા પછી તેઓએ રૂ.૩ લાખની રકમ પરત લેવાની થતી હતી. તે ઉપરાંત અવધ એપાર્ટમેન્ટ ઓનર્સ એસો. દ્વારા પણ રોકવામાં આવેલી રૂ.૧૦ લાખની રકમ પરત કરાતી ન હતી.
આથી જીતેન્દ્રભાઈ તથા અવધ એપાર્ટમેન્ટ દ્વારા રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ હતી. તે ઉપરાંત આ વ્યક્તિઓએ કંપનીના સેક્રેટરી હસમુખ ડોડીયાને વકીલ મારફત ઈ-નોટીસ પાઠવી હતી. જેના પગલે કંપની દ્વારા પાંચ રોકાણકારોનું પાર્ટ પેમેન્ટ રીલીઝ કરવામાં આવ્યું છે. અરજદારો તરફથી વકીલ મહેશ તખ્તાણી રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial