Advertisement

હાપા પાસે જામેલી જુગારની મહેફીલમાં દરોડોઃ ચાર મહિલા સહિત સાત ઝબ્બે

નવાગામ ઘેડમાં ગંજીપાના કૂટતાં સાત પકડાયાઃ

જામનગર તા. ૨૦ઃ જામનગરના હાપા નજીકના યોગેશ્વરધામમાં ગઈકાલે બપોરે જાહેરમાં ગંજીપાના કૂટતાં ત્રણ પુરુષ અને ચાર મહિલાને પોલીસે પકડી લીધા હતા. જ્યારે નવાગામ ઘેડમાં જાહેરમાં ગંજીપાના કૂટતાં પાંચ મહિલા તથા બે પુરૃષ ઝડપાયા હતા. તમામ સામે પોલીસે જુગારધારા હેઠળ ગુન્હાની નોંધ કરી છે.

જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા હાપા ગામ નજીકના યોગેશ્વરધામમાં ગઈકાલે બપોરે કેટલાંક શખ્સો જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે તેવી બાતમી મળતાં પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડયો હતો.

ત્યાંથી સુખા મેરુભાઈ મકવાણા, જેન્તીભાઈ કેશુભાઈ કોળી, કેશુભાઈ રામજીભાઈ મકવાણા તેમજ રસીલાબેન ભનુભાઈ કોળી, કસ્તુરબેન ભૂપતભાઈ કોળી, લાખીબેન કેશુભાઈ કોળી અને સોનલબેન વિનોદભાઈ લીલાપરા નામના સાત વ્યક્તિ ગંજીપાનાથી તીનપત્તી રમતાં મળી આવ્યા હતાં. પોલીસે પટમાંથી રૃા. ૧,૧૨,૩૦૯નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ તમામ સામે ગુન્હો નોંધવામાંં આવ્યો છે.

જામનગરના નવાગામઘેડ વિસ્તારમાં આવેલી મધુવન સોસાયટીની શેરી નંબર ૨માં કાલે સાંજે જાહેરમાં કેટલાંક વ્યક્તિઓ એકઠાં થઈ રોનપોલીસ રમતાં હોવાની વિગત મળતાં સિટી બી ડીવીઝનના પીઆઈ કે. જે. ભોયેની સૂચનાથી ડી સ્ટાફના રવિરાજસિંહ જાડેજા, દેવેન ત્રિવેદી સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. ગંજીપાના કૂટી રહેલા હિતેષ હરિશભાઈ જાડેજા ઉર્ફે મચ્છો ખવાસ, ગૌરવ હરકિશનભાઈ ગાંગડીયા તથા રેખાબા દિલીપસિંહ ઝાલા, કુસુમબેન રાજેશભાઈ બોરીચા, સવિતાબેન માલદેભાઈ નંદાણિયા, વાલીબેન પરબતભાઈ માડમ, પ્રભાતબા પ્રવીણસિંહ પરમાર નામના સાત વ્યક્તિ પકડાઈ ગયા હતાં. પોલીસે પટમાંથી રૃા. ૧૫,૫૦૦ રોકડા ઝબ્બે લઈ પાંચ મહિલા સહિત સાતેય સામે ગુન્હો નોંધ્યો છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit