Advertisement

જામનગરમાં છેલ્લા પાંચ દિવસથી સતત મેઘાવી માહોલઃ મહત્તમ તાપમાનમાં ઘટાડો

જામનગર તા. ર૧ઃ જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન એક ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩ર ડીગ્રી નોંધાયું હતું.

જામનગરમાં છેલ્લા પાંચ દિવસથી સતત મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. નભમાં સૂર્યદેવતાના દર્શન ભાગ્યે જ થઈ રહ્યા છે. મેઘાડંબર વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન એક ડીગ્રી ઘટીને મહત્તમ તાપમાન ૩ર ડીગ્રી જ્યારે નજીવા વધારા સાથે લઘુત્તમ તાપમાન ર૬.૮ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી. વરસાદી માહોલ અને તેજીલા વાયરાઓના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા જનતાને ઉકળાટમાંથી રાહત મળી રહી છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૮ ટકા રહ્યું હતું.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit