Advertisement

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલનું જામનગરના નગરજનો દ્વારા અભિવાદન

જામનગર તા. ૧૩ઃ જામનગરના વિવિધ વિસ્તારોના નગરજનો દ્વારા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનો અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં તેમણે લોકોની અપેક્ષાઓ પર ખરૃ ઉતરવું એ પ્રાયોરિટી હોવાનું જણાવી લોકોના 'સુખ-દુઃખ' જાણી પ્રશ્નો ઉકેલવાની તત્પરતા દર્શાવી હતી.

જામનગર જિલ્લા તથા શહેરી વિસ્તારના વિવિધ વિસ્તારોના લોકો દ્વારા રાઘવજીભાઈ પટેલને રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી તરીકેનું સ્થાન મળતા અભિવાદન તથા સન્માન સમારોહના આયોજન કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે ગોરધનપરના ગ્રીન વિલા, શહેરના યોગેશ્વર ધામ તથા લાખાબાવળના મણિભદ્ર વિલામાં વિસ્તારના રહીશો દ્વારા મંત્રીના અભિવાદનનો સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે લોકોએ પુષ્પગુચ્છ તથા મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કર્યા પછી તેની સાથે સંવાદ સાધ્યો હતો. આ તકે રાઘવજીભાઈ પટેલે સન્માન બદલ લોકોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતુંકે, લોકો વચ્ચે જઈ તેમના સુખ-દુઃખ જાણી તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાની સરકારની નેમ છે. જેથી અમારા મત વિસ્તારના દરેક ગામના પ્રશ્નો, તકલીફો વિશે સતત અમે જાગૃત રહીએ છીએ. લોકોની અપેક્ષાઓ પર ખરૃ ઉરવું એ અમારી પ્રાથમિક્તા છે. વધુમાં અમોને કેબિનેટમાં સ્થાન મળતા તેનો સીધો લાભ વિસ્તારના લોકોને થશે. આ તકે લોકોના વહીવટી, સામાજિક કે વ્યક્તિગત પ્રશ્નો અંગે પૂરતું ધ્યાન આપી તેનું નિરાકરણ લાવવાની તેમણે ખાતરી આપી હતી.

આ પ્રસંગે સહકારી બેંકના અધ્યક્ષ પી.એસ. જાડેજા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, તાલુકા પંચાયતના પ્રમુખ મુકુન્દભાઈ સભાયા, કોર્પોરેટર જશુબા ઝાલા, ભાજપ મંત્રી કુમારપાલસિંહ રાણા, મહામંત્રીઓ મહેન્દ્રસિંહ જાડેજા, પ્રકાશભાઈ બાંભણિયા, સરપંચ ઈસ્માઈલભાઈ ખીરા, દિનેશભાઈ બાંભવા, તાલુકા પંચાયત સભ્ય મહમદભાઈ, પ્રેમજીભાઈ થાનકી, જયપાલસિંહ ગોહિલ, રમણીકભાઈ શાહ, રામદેભાઈ કંડોરિયા સહિતના આગેવાનો તથા બહોળી સંખ્યામાં વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit