Advertisement

નકલી પીએસઆઈ બની ફોન કરી ફ્રોડ આચરતા જામનગરના શખ્સની અટકાયત

રાજકોટ રૃરલ પોલીસે હાથ ધરી પૂછપરછઃ

જામનગર તા. ૨૭ઃ જામનગરના એક લોહાણા યુવાને નકલી પીએસઆઈ બની ત્રણેક વર્ષમાં સંખ્યાબંધ લોકોની સાથે ફ્રોડ આચર્યું હતું. તે બાબતની તપાસ ચલાવી રહેલી રાજકોટ રૃરલ પોલીસે આ શખ્સને અટકાયતમાં લીધો છે. ફેસબૂક એકાઉન્ટ પર યુવતીને અણછાજતો ફોટો મોકલ્યો છે તેમ કહી આ શખ્સ જુદા જુદા વ્યક્તિઓને નકલી ફોજદાર બની ધમકાવીને ફેસબૂકનું આઈડી, પાસવર્ડ મેળવી લઈ તીનપત્તીની ચીપ ઉઠાવી લેતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

જામનગરના ૫ટેલ કોલોની વિસ્તારની શેરી નંબર નવમાં રહેતા ધાર્મિક રસિકભાઈ પાબારી નામના શખ્સની રાજકોટ રૃરલ એલસીબીએ અટકાયત કરી પૂછપરછ કરતાં આ શખ્સે છેલ્લા ત્રણ વર્ષમાં રૃપિયા ૪૩ લાખની છેતરપિંડી કર્યાનું બહાર આવ્યું છે. પોલીસ સબ ઈન્સ્પેકટર તરીકે પોતાની ઓળખ આપી આ શખ્સ ફ્રોડ આચરતો હતો.

તાજેતરમાં જેતપુરના એક વેપારીના પિતાને રાજકોટ એલસીબીમાંથી પીએસઆઈ જયદીપસિંહ પરમાર બોલતા હોવાનું કહી એક અજાણ્યા શખ્સે ફોન કર્યા પછી તમારા ફેસબૂક એકાઉન્ટમાંથી એક યુવતીને અણછાજતો ફોટો મોકલાવાયો છે તેમ જણાવાયું હતું અને આ વેપારીના ફેસબૂકનો પાસવર્ડ તથા આઈડી મેળવી લીધા હતા. તે પછી આ બાબતની શંકા પડતા પોલીસને જાણ કરાઈ હતી. તે દરમ્યાન આ વેપારીના તીનપત્તી ગેઈમના એકાઉન્ટમાંથી સાડા ચારસો કરોડ જેટલી ચીપ અન્ય ગેઈમધારકના ખાતામાં ટ્રાન્સફર થઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું.

આ રીતે ફ્રોડ કરાતું હોવાની બાબત લક્ષમાં રાખી સાચી પોલીસે તપાસ કરતાં નકલી પોલીસ બની જામનગરનો ધાર્મિક પાબારી આ રીતે ફ્રોડ આચરતો હોવાનું અને છેલ્લા ત્રણ વર્ષમાં તેણે લાખ્ખોની રકમ મેળવી લીધા પછી તેને તે રકમ મોજશોખમાં ઉડાડી દીધી હોવાનું બહાર આવ્યું હતું. તેથી આ શખ્સને અટકાયતમાં લઈ રાજકોટ રૃરલ એલસીબીએ ઘનિષ્ઠ પૂછપરછ શરૃ કરી છે. આ શખ્સ જામનગરનો છે અને હાલમાં જુદા જુદા શહેરમાં રહે છે. અગાઉ તેણે કેટલાક કોલ સેન્ટરમાં નોકરી કરી છે. જેના કારણે ઓછો અભ્યાસ હોવા છતાં આ શખ્સ કડકડાટ અંગ્રેજી બોલી શકે છે. વધુમાં જાણવા મળ્યા મુજબ ડ્રગ્સની લતે ચઢી ગયેલા આ શખ્સે પોતાનું ફ્રોડનું લક્ષ પાર પાડવા માટે કેટલાક આઈડિયા અમલમાં મૂકયા હતા અને તે રીતે તેણે અનેક લોકોને ત્રણ વર્ષમાં શિકાર બનાવ્યા છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit