Advertisement

એક બજાર-એક દેશ, એક માર્કેટ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા બેંગ્લોર સ્થિત એક બજાર, એક દેશ, એક માર્કેટની વેબસાઈટનું લોન્ચીંગ આજે ગુજરાતમાં જીસીસીઆઈ અને એસએમઈ ચેમ્બર ઓફ ઈન્ડિયાના પ્રમુખના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

સુબ્રમન્ય ઈન્પોટેક પ્રાઈવેટ લિમિટેડના એમ.ડી. ઉષા નંદાએ આજે પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે ીાહ્વટ્ઠડટ્ઠટ્ઠિ.ર્ષ્ઠદ્બ તમામ પ્રકારના ધંધામાં ખરીદનાર અને વેચનારને જોડતી કંપની છે, દરેક રાજ્યમાં ધંધા કરતા વેપારી પોતાની જ ભાષાના વ્યક્તિ સામે ભારતભરમાં તથા ૧૭૫... દેશોમાં ૧.૭૫ કરોડથી વધુ ખરીદનાર અને વેચનાર સાથે સરળતાથી પોતાનો વ્યાપાર ઘેર બેઠા બેઠા કરી શકે છે.

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે બીજા બજારના પ્લેટફોર્મ પર લેવાતી ફી કરતા અમારી ફી સૌથી ઓછી છે. આ ઉપરાંત અમે કોઈપણ બે વ્યક્તિ વચ્ચેના વેપારમાંથી કોઈપણ કમિશન નથી લેતા. અમારી કંપની ીાહ્વટ્ઠડટ્ઠટ્ઠિ.ર્ષ્ઠદ્બ માં ૨૫ થી પણ વધુ કેટેગરીના વ્યાપારીઓ જોડાયા છે.

એકબજાર. કોમમાં પ્રારંભિક ધોરણે સૌને પોષાય અને તેઓને અમારા પ્લેટફોર્મનો મહત્તમ ઉપયોગ મળે તે અંતર્ગત હાલમાં  ફ્રી ટ્રાયલ આપવાના છે, પછી ખેડૂતો માટે ૧૦૦/- કારીગરી, વર્ગ માટે રૃા. ૧૫૦/- અને એસએમઈ માટે રૃા. ૨૫૦ માસિક ફી નું ધોરણ રાખવામાં આવ્યું છે.

એક બજાર.કોમ પર ફાઈનાન્સીયલ એનાલીસ્ટ સહિત ફાર્મા ટેક્ષટાઈલ્સ જેવા મહત્ત્વના વ્યાપારી પેઢીઓના સમુહે પણ ીાહ્વટ્ઠડટ્ઠટ્ઠિ.ર્ષ્ઠદ્બ માં તેમની વ્યાપારિક માહિતી અપલોડ કરી શકે છે. આ ઉપરાંત આગામી વર્ષમાં અમો મુંબઈ (મહારાષ્ટ્ર), રાજસ્થાન, યુ.પી. અને તામિલનાડુમાં પણ અમારા વ્યાપારનો વ્યાપ વધારવાના છીએ.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit