લૈયારામાં અકસ્માતે ખાડામાં ઉથલી પડતા પ્રૌઢનું મૃત્યુ

જામનગર તા. ૧ઃ ધ્રોલના લૈયારામાં પાણી ભરેલા ખાડામાં અકસ્માતે લપસી પડેલા એક પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે.

ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં રહેતા મહાવીરસિંહ પ્રતાપસિંહ જાડેજા (ઉ.વ. ૫૦) નામના ગરાસીયા પ્રૌઢ ગઈકાલે સાંજે પોતાની ભેંસો ચરાવવા માટે નીકળ્યા હતાં.

તેઓ જ્યારે ગામની સીમમાં આવેલી સ્નેહ સ્કૂલ પાસે હતા ત્યારે કોઈ રીતે નજીકમાં આવેલા મોટા ખાડામાં મહાવીરસિંહ લપસી પડતા તેઓએ ચીસ પાડી હતી. સ્થળ પર હાજર લોકો દોડી આવ્યા હતાં.આ પ્રૌઢને બહાર કાઢવા માટે તજવીજ શરૃ કરવામાં આવી હતી પરંતુ તેઓનો મૃતદેહ જ મળવા પામ્યો હતો. મૃતકના મોટાભાઈ કરણસિંહ જાડેજાએ ધ્રોલ પોલીસને જાણ કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit