Advertisement
Author: નોબત સમાચાર

જામ ખંભાળીયામાં સાફસૂફી શરૃઃ દરરોજ વોર્ડવાર સફાઈઃ રાત્રિ સફાઈનું પણ આયોજન

ધારાસભ્ય મૂળુભાઈ બેરાએ હસ્તક્ષેપ કરતાં જ

                                                                                                                                                                                                      

 ખંભાળીયા તા. ૬: ખંભાળીયાના ધારાસભ્ય મૂળુભાઈ બેરાની દરમ્યાનગીરીના કારણે ખંભળાીયામાં કચરા નિકાલની કામગીરી શરૂ કરાઈ છે. જેથી લોકોને થોડી રાહત થઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળીયામાં એકાદ માસથી ગંદીકનો ગંભીર પ્રશ્ન હોય, ધારાસભ્ય મૂળુભાઈ બેરા દ્વારા આ ગંભીર બાબતે તેમની સમક્ષ વ્યાપક ફરિયાદો-રજૂઆતો આવતા પાલિકા પ્રમુખ વિજય કણઝારીયા તથા ચીફ ઓફિસર રાહુલ કરમુરને તથા પાલિકાના ૨૪ સદસ્યોને સાથે રાખીને ગંદકી તથા કચરા નિકાલની કડક સૂચના કાર્યવાહીનો આદેશ કરતા તંત્ર હરકતમાં આવતા પ્રશ્ન થોડો હલ થયો છે.

બે દિવસથી પાલિકા દ્વારા રોડ રસ્તાની બંને તરફ ભેગા થઈને દિવસોથી પડેલા કચરા તથા ગંદકીના ઢગલા ઉપાડવાનું શરૂ કરતા ગંધાતી ંસ્થિતિમાં ક્યાંક રાહત થઈ હતી, તો એક સાથે એક પછી એક વોર્ડને સફાઈ કરવા માટે સામૂહિક રાત્રિ સફાઈ માટે પણ પાલિકા સેનીટેેશન ચેરમેન પુષ્પાબેન મોહિતભાઈ વાઘેલા તથા સેનીટરી સ્ટાફ તથા પાલિકાના હોદ્દેદારો દ્વારા આયોજન કર્યું છે.

આજે કોન્ટ્રાકટરને જે બંધ કરાયેલો તેની સાથે વાટાઘાટો કરીને ફરીથી જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ચાલુ રાખવા આયોજન પણ કર્યું છે.

જો કે, જાણવા મળતી માહિતી પ્રમાણે પાલિકા પાસે કચરા નિકાલ માટે રાજ્ય સરકારની એક કરોડની ગ્રાન્ટ પડી છે ત્યારે ઈમરજન્સી ટેન્ડરીંગ કરીને ૧૦/૧૨ ટ્રેકટરો ભાડે રાખી આખા ગામની સફાઈ કેમ થતી નથી તે પણ ગંભીર મુદ્દો ગણાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh