Advertisement

વાસણ ધોવાની ચોકડીમાં લપસી પડતા ૩૦ વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું

જામનગર તા. ૧૪ઃ જામનગરના દરેડમાં રહેતા એક શ્રમિક ગઈકાલે વાસણ ધોવાની ચોકડીમાં કોઈ રીતે લપસી પડતા ઈજા પામ્યા પછી સારવારમાં ખસેડાયા હતા. જ્યાં તેઓનું મૃત્યુ થયું છે. પોલીસે મૃતદેહનું પીએમ કરાવી તપાસ હાથ ધરી છે.

જામનગર નજીકના દરેડમાં આવેલા ગોદડિયા વાસમાં એક ઓરડીમાં ભાડેથી રહેતાં મૂળ ઉત્તરપ્રદેશના હમીરપુર જિલ્લાના વતની જગમોહન ખનજુભાઈ જાટવ (ઉ.વ.૩૦) નામના યુવાન ગઈકાલે બપોરે ચારેક વાગ્યે પોતાની ઓરડીમાં વાસણ ધોવાની ચોકડીમાં વાસણ વીછળવા ગયા હતાં.

આ વેળાએ કોઈ રીતે તેઓ લપસી પડતાં નાક તથા મ્હોંમાં ઈજા થઈ હતી. લોહી નીંગળતી હાલતમાં જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા આ યુવાનનું મોડીરાત્રે મૃત્યુ નિપજયું છે. મુકેશ નારાયણ જાટવે પોલીસને જાણ કરી છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit