Advertisement

વિધાનસભાના દ્વારેથી...

 (જિતેન્દ્ર ભટ્ટ દ્વારા)

કેબિનેટ બેઠક ઘણાં સમય પછી બપોરે સાડા બારે મળશે, મુખ્યમંત્રી સહિત મંત્રીઓ ગાંધીનગર કાર્યક્રમમાં વ્યસ્ત રહ્યા હતાં.

મંત્રીઓ બંગલા માં જ ગમે છે

વિજયભાઈ રૃપાણી તથા તેમની સરકારના મંત્રીઓને એમ.એલ.એ. ક્વાટર ગમતું નથી કે પછી નાનું લાગે છે. તેથી ૧૪ મંત્રીએ બંગલાની માંગ કરી છે. વિજયભાઈ રૃપાણીને સર્કીટ હાઉસ સામે કોર્નરનો બંગલો ફાળવાતા, રીનોવેશન ચાલી રહ્યું છે. મહેમાનો તથા મુલાકાતીઓને સૌરાષ્ટ્રની જેમ સરભરા માટે બપોરનું ભોજન સર્કીટ હાઉસમાં જ ગોઠવણ કરવામાં આવે છે. મોટાભાગના મંત્રીઓને સેક્ટર ૧૯ અને ૨૦ માં 'ક' અને 'ખ' ટાઈપના બંગલા ફાળવાયા છે. હકુભાને સેક્ટર ૧૯માં ખ ૧૫ એ બંગલો ફાળવાયો છે.

સૂત્રોએ જણાવ્યું કે આ બંગલાનું ભાડું રૃા. ૪૮૦૦ માસિક સરકારના ધારાધોરણ મુજબ છે.

ધારાસભ્યોમાં ફફડાટ

વિજય રૃપાણીની સરકાર પછી ભૂપેન્દ્રભાઈ પટેલની નવી સરકારના એક મહિનો વિત્યો હોવા છતાં પી.એ., પી.એસ.ના ઠેકાણા નથી ત્યારે પ્રદેશ પ્રમુખ ચંદ્રકાન્તભાઈ પાટીલ ભાજપી નેતાઓને નવરાત્રિ દરમ્યાન ઊંઘ ઉડાડી દે તેવી 'નો રિપીટ' ની વાત કરતાં, સ્વર્ણિમ એક અને બે માં કોઈ જુના મંત્રી કે ધારાસભ્યો ફરકતા જ નથી. અને આત્મમંથન પણ નકામું થઈ ગયું હોય, દિવાળી બગડી જેવો ઘાટ જોવા મળી રહ્યો છે.

જિલ્લા પંચાયત પ્રમુખ ગાંધીનગરમાં

જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા મંત્રી રાઘવજીભાઈને મળવા આવ્યા હતાં. તેમની સાથે બાંધકામ સમિતિના ચેરમેન કે.વી. ગાગીયા પણ વિભાગની બે મિટિંગ માટે ગાંધીનગર આવ્યા હોવાનું જણાવ્યું હતું.

છીંક આવે કે ઊધરસ મંત્રી ભડકે છે

એક સિનિયર મંત્રી તો શુભેચ્છા મુલાકાતે કે પછી કામ માટે આવેલા એક અધિકારીને ઊધરસ આવતા મંત્રીએ ટકોર કરી કે 'માસ્ક' પહેરો અને ગ્રુપ સાથે ફોટો પડાવતા હતા, સીંગલ ફોટાની ના પાડી સમય  બચાવવાની સૂચના આપતા હતાં.

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit