Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દોઢ સદીથી વધુ જુની પરંપરાઃ માત્ર ભૂદેવો પિતાંબરી કે ધોતી પહેરી ઉઘાડા પગે વરણાગી ઉપાડે છે
ખંભાળિયા તા. ૧રઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયામાં દોઢસોથી વધુ વર્ષોથી પરંપરાગત રીતે નીકળતી શિવ વરણાગી શોભાયાત્રાનું આ વર્ષે પણ શિવરાત્રિના ખામનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન થયું છે, જેમાં બજરંગદળ, વિશ્વ હિન્દુ પરિષદ તથા વિવિધ બ્રાહ્મણો તથા આગેવાનો ખંભાળિયા શહેરીજનો, ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાશે.
હાલ સમગ્ર ગુજરાતમાં મોટા-નાના અનેક શહેરોમાં શિવ શોભાયાત્રા નીકળે છે, ત્યારે ખંભાળિયાની શિવ વરણાગી દોઢસો વર્ષ જુની ઐતિહાસિક ગણાય છે. અન્ય શહેરોમાં જ્યારે શોભાયાત્રા નહતી નીકળતી ત્યારથી ખંભાળિયામાં શોભાયાત્રા નીકળે છે. અહીં રંગમહેલ શાળા પાસેથી ભૂદેવો દ્વારા પૂજા કરાયા પછી શોભાયાત્રા નીકળે છે તથા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરે છે. વર્ષો પહેલાની આ પરંપરામાં ભૂદેવ અગ્રણીઓ સ્વ. એલ.સી. જોષી એડવોકેટ, સ્વ. ધર્મેન્દ્રભાઈ આચાર્ય, સ્વ. અજીતભાઈ બોડા, સ્વ. પ્રાણલાલ બોડા, સ્વ. મથુરભાઈ જોષી, ખામનાથ ટ્રસ્ટના સ્વ. હેમતભાઈ ધ્રુવ દ્વારા પણ વર્ષો સુધી પરંપરા નીભાવી હતી.
ખંભાળિયામાં પ્રાચીન ખામનાથ મહાદેવ મંદિર કે જ્યાંની અતયંત પ્રચીન અંદાજે ર૦૦ કિલો જેટલા ધજાની વજનની શુદ્ધ ચાંદીની બનેલી શંકર-પાર્વતી તથા ગણેશજીની પ્રતિમા કલાત્મક રીતે ચાંદીની પાલખી, ચાંદીના ધ્વજદંડ સાથે હરહર મહાદેવના જયઘોષ સાથે આ શોભાયાત્રા વરણાગી નીકળે છે, જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને ખામનાથ મહાદેવે પૂર્ણાહુતિ થાય છે તથા ત્યાં શિવ-પાર્વતી-ગણેશની પ્રતિમાને વિશેષ પૂજા સાથે આરતી થાય છે. ખંભાળિયા શહેરમાં ઠેર ઠેર આ શિવ વરણાગીના દર્શન માટે લોકો મોટી સંખ્યામાં ઉમટે છે તથા ડીજે પાર્ટી, ઢોલી-નગારા સાથે ગગનભેદી નારા સાથે મહાદેવની જય પોકારતા ભાવિકો જોડાય છે.
ખંભાળિયા શહેરના વિવિધ જ્ઞાતિના ભૂદ્વો આ શિવ વરણાગીમાં મોટી સંખ્યામાં જોડાય છે, કેમ કે આ અત્યંત વજનદાર કિંમતી કલાત્મક ચાંદીની પ્રતિમાઓ સાથેની વરણાગીને માત્ર ભૂદેવો જ ઉપાડી શકે છે તથા ભૂદેવોએ પણ પગમાં ચપ્પલ વગર ખુલ્લા પગે તથા ધોતી અથવા પિતાંબરી પહેરીને જ શિવ પાલખી ઉપાડવાની હોય છે. અન્ય જ્ઞાતિ કે પહેરવેશવાળા ચાલતા નથી અને કલાકો સુધી ઉઘાડા પગે શિવ વરણાગીનું શહેરમાં ભ્રમણ કરાવીને ભૂદેવો ખામનાથ જ્યાં પૂર્ણાહુતિ થાય છે.
ખામનાથ મહાદેવના ટ્રસ્ટીઓ-પ્રમુખ અમિતભાઈ વ્યાસ, મંત્રી પ્રતીકભાઈ જોષી તથા અન્ય ટ્રસ્ટીઓ લાખાભાઈ ચાવડા, સંજયભાઈ જે. જોષી, ડો. નીલેશ રાયઠઠ્ઠા, જે.વી. ધ્રુવ વિગેરે દ્વારા પરંપરાગત શિવ વરણાગી સવારે ૯ વાગ્યે તા. ૧પ-ર-ર૦ર૬ ના દિવસે શિવરાત્રિના રંગમહેલ શાળા સામેથી પ્રસ્થાન કરશે જેમાં દરેક શિવભક્તો તથા ધર્મપ્રેમી જનતાને જોડાવા નિમંત્રણ અપાયું છે. દ્વારકા જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ કાંતિભાઈ મોમૈયા દ્વારા પણ સૌ બ્રહ્મ સમાજના યુવાનોને શિવ વરણાગીમાં જોડાવા જણાવાયું છે
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial