Advertisement

ધરમ૫ુરની પરિણીતાને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકાતા સાસરીયા સામે પોલીસમાં રાવ

પુત્રીને ઝુંટવી લઈ ઘરમાંથી કાઢી મુકાયાઃ

જામનગર તા. ૨૦ઃ ખંભાળિયાના ધરમપુરની એક પરિણીતાને કચ્છના ગાંધીધામ તાલુકામાં વસવાટ કરતાં પતિ સહિતના સાત સાસરિયાએ જુદી જુદી બાબતે ત્રાસ આપી કવરાવ્યા પછી પુત્રી ઝુંટવી ઘરમાંથી હાંકી કાઢતા પીયર પરત ફરતા આ પરિણીતાએ પોલીસનું શરણું લીધું છે.

ખંભાળિયા નજીકના ધરમ૫ુરમાં ધોરીવાવ સ્કૂલ નજીક વસવાટ કરતાં મનિષાબા હરિસિંહ જાડેજા નામના સત્યાવીસ વર્ષના ગરાસિયા યુવતીના લગ્ન કચ્છના ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામના કલ્પેશસિંહ રસુભા રાઠોડ ઉર્ફે કપિલસિંહ સાથે થયા પછી આ પરિણીતાને સાસરીયાઓ દ્વારા મેણાટોણા મારી ત્રાસ અપાતો હતો.

આ પરિણીતાને પતિ કલ્પેશસિંહ, સસરા રસુભા બાબુભા રાઠોડ, સાસુ અનસુયાબા, જેઠ સચિન્દ્રસિંહ, જેઠાણી શાલુબા, જેઠ રોહિતસિંહ, જેઠાણી નિશાબા રાઠોડે મારકૂટ કરી ગાળો ભાંડી હતી અને આ પરિણીતાની છ વર્ષની પુત્રીને ઝુંટવી લઈ ઘરમાંથી પહેરેલા કપડે કાઢી મૂકી હતી. પીયપર પરત ફરેલા મનિષાબાએ ગઈકાલે દેવભૂમિ દ્વારકાના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit