| | |

હત્યા પ્રયાસના કેસમાં છૂટકારો

જામનગર તા. ૯ઃ જામનગરના મોરકંડા પાસે આવેલી ચાની હોટલમાં કામ કરતા કિશન દિલીપભાઈ નેપાળી તથા ભીખુગીરી ગોસ્વામી પર ચા ઠંડી છે તેમ કહી મોરકંડાના રમેશ ઉર્ફે ભૂરા, મનિષ મનસુખ, નીતિન મનસુખ તથા મનસુખ સવજીએ છરી વડે હુમલો કરી તેઓની હત્યાનો પ્રયાસ કર્યાની હોટેલ માલિક ભાવેશ ઉમેદભાઈ લખિયરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓના વકીલ મહમદહુશેન કુરેશી તથા એ.એમ. ઘોરીએ કરેલી દલીલોને તેમજ સાક્ષી-પુરાવામાં રહેલી વિસંગતતાઓને લક્ષમાં લઈ આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit