Advertisement

જામનગરમાં કચરા કંપનીએ નદીના વહેણને અવરોધીને કરેલું દબાણ હટાવવા માંગ ઊઠી

જામનગર તા. ૧૩ઃ જામનગરમાં સૂકા કચરાના પ્રોસેસીંગ માટેના મટિરિયલ રિકવરી ફેસેલીટી સેન્ટરવાળી કંપની દ્વારા દબાણ કરી નદી બુરવાની પ્રવૃત્તિ થયેલ છે તે બંધ કરવા રજૂઆત સાથે માંગણી કરવામાં આવી છે.

જામનગરના ભાજપના કોર્પોરેટરો જયેન્દ્રસિંહ ઝાલા અને જયરાજસિંહ જાડેજાએ મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરી છે. સૂકા કપરાના પ્રોસેસીંગ માટે પીપીપીના ધોરણે મટિરિયલ રિકવરી ફેસેલીટી સેન્ટર પ્રાઈવેટ કંપનીને કામ સોંપવામાં આવ્યું છે. આ કંપનીએ વ્હોરાના હજીરા પાસે પ્લાન્ટ ઊભો કર્યો છે. આ કંપનીને કેટલી જગ્યા આપવામાં આવી છે? અને કેટલી જગ્યામાં પ્લાન ઊભો થયો છે. નદીના વહણને અવરોધરૃપ થાય તે રીતે દબાણ ઊભું કરવામાં આવ્યું છે. આથી વરસાદી પાણીથી સમસ્યા ઊભી થવા પામી છે. આથી કરવામાં આવેલ દબાણ દૂર કરવામાં આવે અને નદી બુરાણની પ્રવૃત્તિ બંધ કરાવવી જોઈએ.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit