Advertisement

જામનગરના દાઉદી વ્હોરા સમુદાય દ્વારા પ્રોજેકટ રાઈઝ રીલીફ પ્રોગ્રામનો પ્રારંભ

જામનગર તા. ૨૭ઃ જામનગરમાં દાઉદી વ્હોરા સમુદાયે પૂરના કારણે અસરગ્રસ્ત લોકોની મદદ માટે પ્રોજેકટ રાઈઝ રીલીફ પ્રોગ્રામ શરૃ કર્યો છે. જયાં સર્વે સમાજના પૂર પીડિતોને રાંધેલ ભોજન, સુકા રાશન અને ઘરવપરાશની જરૃરિયાતો આપવા માટે તાજેતરમાં સમુદાય દ્વારા રાહત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં મેયર બિનાબેન કોઠારી, એએસપી નિતેશભાઈ પાંડેય, પીઆઈ જલુ અને જામનગરના દાઉદી વ્હોરા સમુદાયના વડા આલીમ સાહેબ મુસ્તાઅલીભાઈ મોહયુદદીનભાઈ હાજર રહ્યા હતાં.

દાઉદી વ્હોરા સમાજના વડા આલીમ સાહેબ મુસ્તાઅલીભાઈ મોહયુદદીને કહ્યું કે, 'ઓછા ભાગ્યશાળીઓ પ્રત્યે દયા બતાવવી અને જરૃરિયાતમંદ લોકોને મદદ કરવી એ અમારા ધર્મગુરૃ હીઝ હોલીનેશ સૈયદના મુફદદલ સૈફુદીન સાહેબના માર્ગદર્શન સિદ્ધાંતો છે. ભારે વરસાદને કારણે જામનગરના કેટલાક વિસ્તારોમાં વિક્ષેપ પડ્યો છે. જેના કારણે ભાણવડ નાકા બહાર અને નાગેશ્વર આસપાસના વિસ્તારોમાં ઘણા પરિવારો ખોરાક અને પાણી વગરના હતાં. જરૃરિયાતના આ સમયમાં અમારા સ્વયંમસેવકો આ પરિવારોને ટેકો આપવા માટે વિવિધ પ્રદેશોમાંથી સંશાધનો એકત્રિત કરી રહ્યા છે. હું તમારી સ્વયંમસેવક ટીમો અને સંગઠનોને શકય તેટલા પરિવારોને મદદ કરવા માટે તેમની અવિરત સેવા બદલ આભાર માનું છું.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit