Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભવ્ય ઈલેકટ્રોનિકસ આતશબાજી કરાઈઃ
જામનગર તા. ૨૭: જામનગરની સમસ્ત ભોઈ જ્ઞાતિ સમાજ અને ભોઈરાજ યુવા સંગઠન દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીની વિશાળ કદની પ્રતિમા માત્ર સાત દિવસના ટૂંકાગાળામાં જ તૈયાર કરાઈ હતી, અને તેનો વિશાળકદનો ફલોટ તૈયાર કરીને શોભાયાત્રામાં જોડવામાં આવ્યો હતો. એટલું જ માત્ર નહીં પ્રતિમાની પાછળ મોટું સુદર્શન ચક્ર બનાવ્યું હતું, અને તેમાં ભવ્ય ઇલેક્ટ્રોનિક આતશબાજી પણ ગોઠવવામાં આવી હતી, અને થોડા થોડા અંતરે તેમાંથી આતશબાજી કરવામાં આવતી હતી, ત્યારે ભગવાન શ્રીરામની પ્રતિમા ખૂબ જ ચકચકિત નજરે પડતી હતી.
ચાંદી બજાર, દિપક ટોકીઝ, બેડી ગેઇટ સહિતના શોભાયાત્રા ના અલગ રૂટ પર આ પ્રકારની આતશબાજી કરવામાં આવી હતી, ત્યારે અનેક રામભક્તોએ તેનો વિડીયો બનાવી લીધો હતો, જે સોશિયલ મીડિયામાં પણ ફરતો થયો હતો. અને ભોઈરાજ યુવા સંગઠનના આ ભગવાન શ્રી રામચંદ્રજીના ફલોટશે શોભાયાત્રામાં અનેરું આકર્ષણ જગાવ્યું હતું. સાથો સાથ યુવા રામ ભક્તોના બિલાખડીના દાવ પણ હેરત પમાડે તેવા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial