Advertisement

ભરાણાની પરિણીતા થઈ લાપત્તા

જામનગર તા. ૨૭ઃ ખંભાળિયાના ભરાણા ગામના એક પરિણીતા ગયા સપ્તાહે પોતાના ઘરેથી કપડાં તેમજ થેલા સાથે કયાંક ચાલ્યા જતાં પતિએ પોલીસને જાણ કરી છે. પોલીસે આ મહિલાનો ફોટો-વર્ણન મેળવ્યા છે.

ખંભાળિયા તાલુકાના ભરાણા ગામમાં રહેતા અસલમભાઈ ઓસમાણભાઈ ચાવડા નામના સંધી યુવાનના પત્ની શકીલાબેન (ઉ.વ. ૨૨) ગઈ તારીખ ૨૧ની સવારે નવ વાગ્યાથી બપોરના સાડા બાર વાગ્યા દરમ્યાન પોતાના ઘરેથી કયાંક ચાલ્યા ગયા છે. આ મહિલા પોતાના ઘરેથી જતી વખતે કપડાં તેમજ એક થેલો સાથે લેતાં ગયા છે. ઘઉંવર્ણો વાન, મધ્યમ બાંધો અને પાંચ ફૂટ બે ઈંચની ઉંચાઈ ધરાવતા આ મહિલા ગુજરાતી તથા કચ્છી ભાષા જાણે છે. આ મહિલા અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ વાડીનાર મરીન પોલીસ સ્ટેશનના ફોન નંબર ૭૪૩૩૯ ૭૫૯૨૨ અથવા ૯૪૦૮૧ ૬૪૨૬૫નો સંપર્ક કરવો.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit