Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય વેપારીઓએ પણ સતર્ક રહેવું જરૃરીઃ
જામનગર તા. ૧૧ઃ જામનગરમાં થોડા દિવસથી એક ટોળકી એક્ટિવેટ થઈ છે. તે ટોળકી વહેલી સવારે દુકાન ખોલતા વેપારીઓને દબાવીને પૈસા પડાવી રહી છે. તે ટોળકીને રણજીતસાગર રોડ પર એકઠા થયેલા ટોળાએ મેથીપાક જમાડ્યો હતો. વેપારીઓએ આ ટોળકીના કૃત્યોથી સાવચેત રહેવું જરૃરી બન્યું છે.
જામનગરના કેટલાક વિસ્તારોમાં થોડા દિવસોથી એક ટોળકી ફરી રહી છે. આ ટોળકી ઈકો મોટર તથા છોટા હાથી જેવા વાહનમાં આવે છે. તે ટોળકીના શખ્સો સવારે આઠ કે નવ વાગ્યે દુકાન ખૂલતા વેપારીઓને એકલા જોઈ તેમની પાસે આવી ચઢે છે.
ત્યારપછી આ વેપારીને સ્ટીકર છેકીને મીક્સર કે તેવી ઈલેકટ્રોનિક વસ્તુ ઈનામમાં લાગશે તેમ કહી સ્ટીકર છેકાવ્યા પછી બીજુ સ્ટીકર પણ છેકવું પડશે તેમ કહી રૃા.૧ હજારથી રૃા.૩ હજાર સુધીની રકમ આપવા દબાણ કરે છે અને આ ટોળકીના શખ્સો પૈસા ન આપનાર વેપારીને માર મારવાની પણ ધમકી આપી રહ્યા છે.
આ ટોળકીએ ત્રણેક દિવસ પહેલા રણજીતસાગર રોડ પર આવો ખેલ કર્યાે હતો. જો કે, તે ખેલમાં પાસા ઉંધા પડ્યા હતા. આ ટોળકી એક દુકાનદાર પાસે પહોંચી હતી જેમાં વેપારીને સ્ટીકર છેકવાનું કહેવાયા પછી ત્રણ શખ્સે વેપારીને રૃા.સાડા ત્રણ હજાર આપી દેવા ધાક ધમકી આપી હતી. જેના પગલે વેપારીએ પોતાના પુત્રને રૃપિયા લઈને દુકાને આવવા સાંકેતિક ભાષામાં કહેતા તેમનો પુત્ર અને અન્ય લોકો આવી ગયા હતા અને તેઓએ સારી પેઠે આ ત્રણેય શખ્સને મેથીપાક ચખાડ્યો હતો. આ વેળાએ ટોળું એકઠું થઈ જતાં ત્રણમાંથી બે શખ્સ ઉભી પુંછડીયે નાસી ગયા હતા અને એક શખ્સે ભરપેટ મેથીપાક ખાધો હતો. આ ટોળકી રાજકોટથી આવતી હોવાની ચર્ચા ઉઠી છે ત્યારે વહેલી દુકાન ખોલતા આસામીઓએ આ પ્રકારની છેતરપિંડીથી બચવું અને કોઈ આવા શખ્સો આવે તો પોલીસનો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial