Advertisement
Author: નોબત સમાચાર

શહેરના શંકરટેકરી ઈએસઆરના વિસ્તારમાં આજે પાણી નહીં આવેઃ આવતીકાલે અપાશે

પાઈપલાઈનને આનુસાંગિક કામ કરવાનું હોવાથી

જામનગર તા. ૧૧ઃ જામનગરમાં આજે શંકર ટેકરીના અમુક વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેતા આવતીકાલે વિતરણ થશે.

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં પાણીની પાઈપલાઈનનું આનુસાંગિક કામ કરવાનું હોવાથી બુધવાર તારીખ ૧૧ ના શંકર ટેકરીના કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે, જેમને આવતીકાલે પાણી વિતરણ થશે.

શંકરટેકરીથી સિટી તરફ જતી મુખ્ય ૭પ૦ એમ.એમ. ડાયાની પાઈપલાઈનમાં માલુભાનો ચક તથા જુની જેલરોડ પર જોડાણ કામને લગત આનુસંગિક કામગીરી કરવાની હોવાથી શંકર ટેકરી 'બી' ઝોન વિસ્તારમાં આજે તા. ૧૧ અને બુધવારના પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે, જેમને આવતીકાલે પાણી વિતરણ કરવામાં આવશે. જેમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર પ૪ થી ૬૪ નો વિસ્તાર, કાનાનગર, દિગ્વિજય પ્લોટ ૧ થી ૧૭ નંબર, ગગન પાન, ઈદ મસ્જિદ, વઝીરપરા, માલુભાનો ચોક, દિગ્વિજય પ્લોટ ૪૧ થી પ૩, નહેરૃનગર ૧ થી ૧૧, ઓશવાળ હોસ્ટેલ સામેનો દિગ્વિજય પ્લોટનો વિસ્તાર, વલ્લભનગર, ક્રિષ્ના કોલોની ૧ થી ૬, કેળાની વખાર, દિગ્વિજય પ્લોટ પ૮, વિશ્રામ વાડી, હિંગરાજ ચોક, રાણી મંજિલ, સુરેશભાઈ આલારિયાના ઘરનો વિસ્તાર, ભરવાડ પાડો, સુભાષ પાર્ક, જેલ વિસ્તાર, લંઘાવાડનો ઢાળિયો, ગણેશ વાસ, સિદ્ધાંત કોલોની ૧ થી ર૪, રજા નગર, પંચશિલનગર, રામનગર, ૩ર સંડાશ, પૂર્વ કોર્પોરેટર મરિયમબેનના ઘરનો વિસ્તાર, ચારણવાસ, ગોળના ગોડાઉન, હનુમાન ટેકરી, કામરી વાસ, મામા સાહેબ મંદિરવાળો વિસ્તાર, બાલ સ્મશાન, દિગ્વિજય પ્લોટ ૧ થી ૪૦, કુંભારવાડો, આર્યસમાજ રોડ, મીરા દાતાર, લીમડાલાઈન, ગુરુદ્વારા, લાલબંગલો અને ટાઉનહોલ વિસ્તારનો સમાવેશ થાય છે.

આ વિસતારમાં બીજા દિવસે એટલે કે આવતીકાલ ગુરુવારે પ્રથમ 'બી' ઝોન અને એ પછીના દિવસે 'એ' ઝોનમાં પાણી વિતરણ થશે તેમ મહાનગરપાલિકાની વોટરવર્કસ શાખાના કાર્યપાલક ઈજનેરે જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh