Advertisement
Author: નોબત સમાચાર

હિમાચલમાં મેઘપ્રકોપઃ મંડીમાં વાદળો ફાટતા તબાહીઃ રાજ્યમાં ૩૪ના મૃત્યુઃ ૨૮૫ રસ્તા બંધ

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન સહિત દેશવ્યાપી મેઘપ્રકોપઃ કોટદ્વાર- બદ્રીનાથ માર્ગ બંધઃ અનેક સ્થળે ભૂસ્ખલનઃ

                                                                                                                                                                                                      

હિમાચલમાં ભારે વરસાદ જોવા મળી રહૃાો છે. મંડીમાં આખી રાત મૂશળધાર વરસાદ થયો પરિણામે મંડીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. આ ઉપરાંત જિલ્લાના ૨૮૫ રસ્તા બંધ થઇ ગયા છે. બીજી તરફ શિમલામાં પણ ભારે વરસાદને કારણે ૫ માળની ઇમારત ધરાશાયી થઇ હતી. પહાડી રાજ્યોમાં સતત વરસાદને લઇને તબાહી જોવા મળી રહી છે.

હિમાચલના શિમલા, મનાલી, કુલ્લુ, કુફરી, બિલાસપુર, ચંબા, ધર્મશાલા, હમીરપુર સહિત અનેક જિલ્લાઓમાં આગામી બે દિવસ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હિમાચલમાં જૂન મહિનામાં ૧૩૫ મીમી વરસાદ પડ્યો હતો, જે સામાન્ય સરેરાશ ૧૦૧ મીમી કરતા ૩૪ ટકા વધુ છે. ૧૯૦૧ પછી રાજ્યમાં જૂન મહિનામાં નોંધાયેલો આ ૨૧મો સૌથી વધુ વરસાદ હતો, જેના કારણે ઘણી તબાહી મચી ગઈ હતી.

વિવિધ જિલ્લાઓના ૨૮૫ રસ્તા બંધ

રાજ્ય કટોકટી કામગીરી કેન્દ્ર અનુસાર હિમાચલમાં વરસાદથી થયેલા વિનાશ બાદ ૨૮૫ રસ્તા બંધ છે. જેમાં મંડીના ૧૨૯ રસ્તા અને સિરમૌરના ૯૨ રસ્તાનો સમાવેશ થાય છે. આ સાથે, ૬૧૪ ટ્રાન્સફોર્મર અને ૧૩૦ પાણી પુરવઠા યોજનાઓ પણ ખોરવાઈ ગઈ છે. ૨૦ જૂને રાજ્યમાં ચોમાસાએ પ્રવેશ કર્યો હતો અને ત્યારથી રાજ્યમાં વિવિધ ઘટનાઓમાં ૩૪ લોકોનાં મોત થયા છે. આમાંથી ૧૭ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે.

ગઈકાલે રાત્રે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ચાર સ્થળોએ વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું છે. પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે અને ૧૩ થી વધુ લોકો ફસાયેલા હોવાનું જાણવા મળે છે. તે જ સમયે, ઘણા લોકો ગુમ છે.

બિયાસ નદી ખતરાના નિશાનને વટાવી ગઈ છે અને ઘણી જગ્યાએ ભૂસ્ખલન થઈ રહૃાું છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, મંડી જિલ્લા મેજિસ્ટ્રેટે આજે જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે.

રવિવાર રાતથી સોમવાર સવાર સુધી દિલ્હી-એનસીઆરમાં હળવો થી મધ્યમ વરસાદ પડ્યો, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો અને હવા પણ સ્વચ્છ થઈ ગઈ. ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના ઘણા ભાગોમાં પણ વરસાદ પડ્યો. છેલ્લા ૨૪ કલાકમાં ચંદીગઢમાં ૫૦ મીમીથી વધુ વરસાદ નોંધાયો છે.

જુલાઈમાં દેશના મોટાભાગના ભાગોમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની ધારણા છે. હવામાન વિભાગે સોમવારે આ માહિતી આપી હતી. આ સાથે, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને હરિયાણાના લોકોને પૂર સામે સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં રેડએલર્ટ જાહેર કરાયું છે.

રાજસ્થાનમાં ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં ૧૩૬% વધુ વરસાદ પડ્યો છે. ૧ થી ૨૯ જૂન સુધી સરેરાશ વરસાદ ૫૦.૭ મીમી છે, જ્યારે આ ઋતુમાં અત્યાર સુધીમાં કુલ ૧૧૯.૪ મીમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આજે પણ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

કરસોગના મેગલીમાં નાળામાં પાણી ગામથી થઈને વહેવા લાગ્યો જેનાથી લગભગ ૮ ઘર અને બે ડઝનથી વધુ ગાડીઓ તેની લપેટમાં આવી ગઈ છે. પહાડોમાં નાળાઓએ એટલા ભયાનક સ્વરૂપે વહી રહૃાા છે કે, પાણી ગામડાંઓમાં ભરાઈ ગયા છે, જેના કારણે લોકો અડધી રાત્રે ઘરોમાંથી નીકળીને રસ્તા પર પહોંચી ગયા છે. હાલ, પહાડો પર સ્થિત પોલીસ કેમ્પમાં લોકોને રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 

ધર્મપુરમાં નદીનું પાણી લગભગ ૨૦ ફૂટ ઉપર વહેવા લાગ્યું છે, જેના કારણે બજાર અને પોલીસ સ્ટેશન જળમગ્ન થઈ ગયા છે. થુનાગમાં મુખ્ય બજારના રસ્તામાં જ નાળું વહેવા લાગ્યું છે. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે, જેના કારણે લોકોને આખી-આખી રાત જાગવું પડ્યું હતું. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે લોકોને પોતાની ખાનગી વસ્તુઓનું નુકસાન વેઠવું પડી રહૃાું છે, વળી રસ્તા પર પરિવહન પણ ખોરવાઈ ગયું છે. સમગ્ર ઉત્તર ભારત ઉપરાંત પશ્ચિમ ભારતના ઘણાં સ્થળે ભારે વરસાદે તબાહી મચાવી હોવાના અહેવાલો આવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh