Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુરની કોર્ટમાં હાજર થવા હુકમઃ
જામનગર તા. ૧: જામનગરના ખ્યાતનામ બિલ્ડર સ્વ. મેરામણ પરમારની પેઢીના ભાગીદારો અને વારસો સામે રૂા.અઢી કરોડના ચેક પરતની ફરિયાદ જામજોધપુર કોર્ટમાં કરવામાં આવી છે. અદાલતે સામેવાળાઓને હાજર થવા હુકમ કર્યાે છે.
જામનગરની શિવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની ભાગીદારી પેઢીને ધંધાના વિકાસ માટે પૈસાની જરૂર પડતા તેના ભાગીદાર કિરણ કાંતિલાલ શિયાર, હરીશ દેવભાઈ ઓડેદરા, સ્વ. મેરામણભાઈ પરમારના વારસદાર કીર્તિબેન મેરામણભાઈ, દેવ મેરામણભાઈ, આર્ય મેરામણભાઈએ રૂા.અઢી કરોડ રાજ ડેવલોપરવાળા અશોક પરબતભાઈ ગોધાણીયા પાસેથી ઉછીના લીધા હતા.
જે તે વખતે પેઢી તરફથી સ્વ. મેરામણ પરમારે પેઢીના લેટરપેડ પર લખાણ કરી આપી પેઢીનો ચેક આપ્યો હતો. તે ચેક પાકતી મુદ્દતે અશોકભાઈએ પોતાની બંેકમાં રજૂ કરતા ચેક પરત ફર્યાે હતો. તે અંગેની નોટીસ પાઠવ્યા પછી જામજોધપુરની અદાલતમાં શિવ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગીદારો સામે નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદી તરફથી વકીલ કંદર્પ ધોળકીયા, પી.બી. જાની, જીગર દવે રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial