Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓખા-રાજકાટ ટ્રેનનો સમય બદલવા અને
ભાટીયા તા. ૧: ઓખા- વિરમગામ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા અને ઓખા-રાજકોટ ટ્રેનનો ટાઈમ બદલવા ભાટીયા નાગરિક સમિતિ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.
ઓખા-વિરમગામ રૂટ પર ચાલીતી લોકલ ટ્રેન નંબર ૫૯૫૦૪ ઓખા-વિરમગામ ટ્રેન નંબર ૫૯૫૦૩ વિરમગામ-ઓખા જે વર્ષ ૨૦૧૮ થી રેલવે ઈલેકટ્રિફિકેશાનના કારણે બંધ કરવામાં આવી હતી તેને ફરથી શરૂ કરવા માટે સ્થાનિક લોકોની પ્રબળ માંગ ને ધ્યાનમાં લઈ ભાટીયાની નાગરિક સમિતિના નિલેષભાઈ કાનાણીએ રેલવેના ડી.આર.એમ., ડી.એસ.એમ., રેલવે બોર્ડ મુંબઈ, જી.એમ., સાંસદ, રેલવે સ્ટેશન ભાટીયા સહિતને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.
તેમણે જણાવેલ છે કે ઓખા-વિરમગામ લોકલ ટ્રેન ઓખા-મીઠાપુર દ્વારકા, ભાટીયા, ખંભાળીયા, જામનગર, રાજકોટ વચ્ચે મુસાફરી કરતા હજારો મુસાફરો માટે અતિસુવિધા સભર ટ્રેન હતી. એમાં ખાસ કરીને સારવાર સાથે દવા લેવા જતા દર્દીઓ એન નાના વેપારીઓ માટે આશીર્વાદરૂપ હતી. આ ટ્રેનની સેવા બંધ થવાથી મુસાફરોનો સમય અને નાણાનો બગાડ થઈ રહ્યો છે.
આ ટ્રેનની સુવિધા કલ્યાણપુર તાલુકાના અસંખ્ય ગામો, અનેક ગામોના લોકોના મુખ્ય મથકથી મળતી હોવાથી તાલુકાની માંગ છે કે ઓખા-વિરમગામ લોકલ ટ્રેનને તાત્કાલીક ફરીથી શરૂ કરવામાં આવે. જેથી મુસાફરોને સસ્તી અને સૂગમ-મુસાફરીની સુવિધા પ્રાપ્ત થાય.
આ ટ્રેનની પૂનઃ સ્થાપનાથી સ્થાનિક અર્થતંત્રને પણ મોટો ટેકો મળશે, સાથે મુસાફરોની મુશ્કેલીઓ દૂર થશે આથી રેલવે વિભાગ અને સંબંધિત અધિકારીઓએ આ લોકલ ટ્રેનની સેવા શક્ય એટલી ઝડપથી શરૂ કરવા અંગે રજૂઆત કરી છે.
આ ઉપરાંત રેલવે તંત્ર દ્વારા ઓખા-રાજકોટ લોકલ ટ્રેનનો ટાઈમ બદલીને જે ટ્રેન ઓખાથી રાત્રે ૯ વાગે ઉપડે છે તેમની જગ્યાએ વહેલી સવારે ૫ાંચ વાગે રાખવામાં આવે અથવા આ ટાઈમમાં પેસેન્જર ટ્રેન નંબર ૫૯૫૫૨ ઓખાથી રાત્રે ૯ વાગે ઉપડે છે તે ૧૧ વાગે ભાટીયા મધ્યરાત્રીના ૧:૨૦ વાગ્યે જામનગર અને વહેલી સવારે ૪ વાગે રાજકોટ પહોંચી જાય છે જેના કારણે ઓખામંડળ-દ્વારકા તાલુકાના ગામડાઓના પેસેન્જરો અને બારાડી પંથક, કલ્યાણપુર તાલુકાના ગામડાઓના પેસેન્જરોને આ ટાઈમની ટ્રેન જરા પણ ઉપયોગી ન થાય, તે સ્વાભાવિક છે.
જો આ જ ટ્રેનને ઓખાથી વહેલી સવારે પાંચ વાગે ઉપાડવામાં આવે તો ઓખા, મીઠાપુર, દ્વારકા, ભાટીયા, ખંભાળીયા, જામનગર, હાપા, અલીયાબાડા, વંથલી સહિતના બધા જ ગામોના રેલવેસ્ટેશનોને શેડ્યુલમાં સારામાં સારી ટ્રેન સાબીત થઈ શકે તેમ છે.
હાલમાં ઓખા થી વેરાવળ-સોમનાથ ટ્રેન રાત્રે ૮:૧૫ વાગ્યે રેગ્યુલર જાય જ છે, જે ટ્રેન દ્વારકા, ભાટીયા, ખંભાળીયા, રાજકોટ જવાવાળા પેસેન્જરો માટે જ છે જેથી કરીને બીજી ટ્રેન ઓખા થી માત્ર ૪૫ મિનિટમાંજ ઓખા-રાજકોટની ટ્રેન છે જો ટાઈમ ખાસ ફેરવી વહેલી સવારનો કરવો અતિશય જરૂરી છે, કારણ કે ઉપરા ઉપરી ૪૫ મિનિટના અંતરે બે ટ્રેન પછી છેક બીજા દિવસે બપોરે ૧૩ કલાકના અંતરે સૌરાષ્ટ્ર મેલ ટ્રેન મળે છે.
સમિતિ દ્વારા રેલવેના ઉચ્ચ અધિકારીઓને ખાસ વિનંતી કરવામાં આવી છે કે ઓખા, દ્વારકા, ભાટીયા, ખંભાળીયા, જામનગર અને રાજકોટ સુધી તમામ પેસેન્જરોને કામ આવે તે માટે ઓખા-રાજકોટ ટ્રેન વહેલી સવારથી શરૂ કરાય તો ખરા અર્થમાં ઓખા-રાજકોટ પેસેન્જર ટ્રેન લોકોને બહુ ઉપયોગી થઈ શકે તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial