Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંબર સર્કલ પાસે મોટરને મીલરની ઠોકરઃ
જામનગર તા. ૧: જામનગર-રાજકોટ માર્ગ પર ખીમરાણા ગામ નજીક ગયા ગુરૂવારે બપોરે એક બાઈકને મોટરે ટક્કર મારતા ભાણવડના વેરાડ ગામના દંપતીને ઈજા થઈ છે. જ્યારે અંબર ચોકડી પાસે એક મોટર સાથે મીલર ટકરાઈ પડતા મોટરમાં રૂા.૭૦ હજારનું નુકસાન થયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વેરાડ ગામના રમેશભાઈ ભાણજીભાઈ રાઠોડ (ઉ.વ.પપ) તથા તેમના પત્ની ગીતાબેન (ઉ.વ.૪૯) ગયા ગુરૂવારે જીજે-૧૦-બીપી ૨૪૩ નંબરના મોટર સાયકલમાં ખીમરાણા ગામ તરફ જતા હતા.
તેઓ જ્યારે રાજકોટ હાઈવે પર ભીમરાણા ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે જીજે-૩-બીઝેડ ૧૧૩ નંબરની મોટરના ચાલકે તેઓને ઠોકર મારી દીધી હતી. રોડ પર પછડાયેલા રમેશભાઈ તથા ગીતાબેનને ઈજા થઈ છે. અકસ્માત સર્જી નાસી છૂટેલા મોટરચાલક સામે પંચકોશી એ ડિવિઝનમાં રમેશભાઈએ ફરિયાદ નોંધાવી છે.
જામનગરના કિસાનચોક પાસે ગણેશવાસમાં રહેતા અશોક વેરશીભાઈ વારસાકીયા ગઈકાલે સાંજે અંબર ચોકડી નજીકથી જીજે-૧૦-ડીઆર ૬૨૪૦ નંબરની મોટર લઈને જતા હતા ત્યારે જીજે-૩-એચઈ ૩૨૫૨ નંબરનંુ ક્રોકીંટ મીક્સ કરવાનું મીલર લઈને જતા તેના ચાલકે ટક્કરમારી હતી. તેથી મોટરમાં રૂા.૭૦ હજારનું નુકસાન થયું હતું. મીલર ચાલક સામે ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial