Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરીઃ
જામનગર તા. ૧: જામનગરમાં મેઘાવી માહોલના પગલે છેલ્લા ચોવિસ કલાકમાં ૧.૫ ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી નોંધાયુ હતું. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક રહેવા પામી હતી.
હાલાર સહીત સમગ્ર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદના આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે સાચી પણ પડી રહી છે. જામનગર અને દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં પણ વરસાદના વાવડ મળી રહ્યાં છે. જામનગરમાં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન વરસાદી ઝાપટાં પડવાનો દોર રહેવા પામ્યો હતો.
જામનગરમાં મંગળવારે સવારે ૮ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન ૧.૫ ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી અને અડધો ડિગ્રી ઘટીને લઘુતમ તાપમાન ૨૬ ડિગ્રી નોંધાયું હતું. વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક રહેવા પામી હતી.
જામનગરમાં વરસાદી માહોલના પગલે વાતાવરણમાં ભેજનું પ્રમાણ બે ટકા વધીને ૯૨ ટકા રહ્યું હતું. પવનની ગતિ ઘટીને પ્રતિ કલાકની સરેરાશ ૩૦ થી ૩૫ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial