Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના માંડાસણમાં પરિણીતાની આત્મહત્યાના કેસમાં પતિને પાંચ વર્ષની કેદ

વર્ષ ૨૦૧૮માં પરિણીતાએ ઓઢી'તી અગનપછેડીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામજોધપુરના માંડાસણમાં વર્ષ ૨૦૧૮માં એક પરિણીતાએ અગ્નિસ્નાન કરી આત્મહત્યા કરી લીધી હતી. તેણીના પિતાએ જમાઈ સહિતના સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો. તે કેસ ચાલી જતા અદાલતે મૃતકના પતિને તક્સીરવાન ઠરાવી પાંચ વર્ષની કેદની સજા ફટકારી છે.

જામજોધપુર તાલુકાના માંડાસણ ગામમાં રહેતા પ્રવીણભાઈ મંગાભાઈ બેડવા સાથે વર્ષ ૨૦૧૫માં કિરીટભાઈ મેઘાભાઈ ભરાડીયાની પુત્રી રૂપાબેનના લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્ન પછી તેણીને પતિ પ્રવીણ તેમજ સાસુ-સસરા મેણાટોણા મારી દહેજની માગણી કરી ત્રાસ આપતા હતા. તેવી વાત રૂપાબેને પિયરમાં કરી હતી અને તે દરમિયાન રૂપાબેનને કાઢી મુકવામાં આવતા પિયર પરત ફરેલા રૂપાબેનને સમાધાન સાધી તેડી પણ જવાયા હતા.

ત્યારપછી ગઈ તા.૨૦-પ-૧૮ના દિને પ્રવીણે ફોન કરીને પોતાના સાઢુ ગિરધરભાઈને કહ્યું હતું કે, તમારી દીકરીને તેડી જાવ, મારે જોઈતી નથી તેમ કહેતા કિરીટભાઈ તથા અન્ય વ્યક્તિઓ રૂપાબેનને તેડી જવા માટે માંડાસણ આવી રહ્યા હતા. તે દરમિયાન જ રૂપાબેને અગ્નિસ્નાન કરી લીધુ હતું. આ પરીણીતાનું ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ નિપજ્યું હતું. શેઠવડાળા પોલીસે કિરીટભાઈની ફરિયાદ પરથી જમાઈ પ્રવીણ બેડવા સહિતના વ્યક્તિઓ સામે ગુન્હો નોંધ્યો હતો.ં

ઉપરોક્ત કેસ જામનગરની અદાલતમાં ચાલી જતાં અદાલતે સરકારી વકીલ ભારતીબેન વાદીએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી પ્રવીણ મંગાભાઈને તક્સીરવાન ઠરાવી આઈપીસી ૩૦૬ના ગુન્હામાં પાંચ વર્ષની કેદ તથા રૂા.પ હજારનો દંડ, આઈપીસી ૪૯૮ (એ)ના ગુન્હામાં એક વર્ષની કેદ, રૂા.૩ હજારનો દંડ ફટકાર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh