Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધોકા ફટકારી મોટરના તમામ કાચ ફોડી નખાયાઃ
જામનગર તા. ૧: જામનગરના ગુલાબનગર નજીક ચાની હોટલ ચલાવતા એક આસામીને તેની મોટર બહાર કાઢી લેવાનું કહી એક શખ્સે ઢીકાપાટુથી માર માર્યા પછી ચાર શખ્સે આ આસામીની મોટરના કાચનો ભૂક્કો બોલાવી દીધો હતો. રૂા.૩પ હજારના નુકસાનની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના ગુલાબનગર નજીક હરિદ્વાર પાર્કમાં રહેતા અને ગુલાબનગર ઢાળીયા પાસે લક્કી હોટલ ચલાવતા અફઝલ અબ્દુલ હમીરાણી ગઈકાલે બપોરે પોતાની હોટલે હતા ત્યારે તેની મોટર હોટલ પાસે રાખેલી હતી.
આ વેળાએ ઝાહીદ અબ્બાસ દલ નામનો શખ્સ મોટર બહાર કાઢી લેવાના મુદ્દે બોલાચાલી કરવા લાગ્યો હતો. તે પછી ઝપાઝપી કરી તેણે અફઝલને મ્હોં, આંખ તથા કપાળ સહિતના શરીરના ભાગોમાં ઢીકાપાટુથી માર માર્યાે હતો. આ વેળાએ અન્ય માણસો એકઠા થઈ જતા હમણા આવું છું તેમ કહી ઝાહીદ ચાલ્યો ગયો હતો અને તે પછી અસલમ અબ્બાસ, મહંમદ હનીફ શાહમદાર, અસરફ નામના ત્રણ શખ્સ તેની સાથે પરત આવ્યા હતા. આ શખ્સોએ ધોકાથી અફઝલની મોટરના તમામ કાચ ફોડી નાખ્યા હતા અને ગાળો ભાંડી હતી. રૂા.૩પ હજારનું નુકસાન કરવા અંગે ઝાહીર, અસલમ, મહંમદહનીફ તથા અસરફ સામે સિટી બી ડિવિઝનમાં અફઝલ હમીરાણીએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial