Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા નજીકની ચાર ગ્રામ પંચાયતો મર્જ કરાતા નગરપાલિકાનો સીમાડો થયો લાં.....બો!

દિવંગત થયેલા સ્થાનિક ભૂતપૂર્વ નેતાઓએ કરેલા પ્રયાસો હવે ફળ્યા

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧: ખંભાળીયા શહેર વર્ષ ૨૦૧૧ની વસતિ ગણતરી મુજબ માસ ૫ચાસ હજારથી નીચેની વસતિવાળું એક જ શહેર હતું તથા વર્ષ ૨૦૧૩માં જિલ્લાનું વડું મથક બની ગયું અને તાજેતરમાં જિલ્લાના વડા મથકના ભાગરૂપે સી વર્ગની નગરપાલિકામાંથી એ વર્ગની નગરપાલિકા પણ થઈ ગઈ, પણ વિસ્તાર માત્ર બે કિ.મી. થી પણ ઓછો એટલે કે જામનગર રેલવે ફાટકથી વિભાગ શરૂ અને રામનાથ પુલ થી વિભાગ પુરો, એટલો જ હોય વિકાસ કાર્યો ક્યાં કરવા તે પ્રશ્ન હતો. તથા ખંભાળીયા પાલિકાની નજીક જ ચાર ગ્રામ પંચાયતોના ઢગલાબંધ વિસ્તારો આવતા હોય ત્યાં પાલિકા સફાઈ, સ્ટ્રીટ લાઈટ, પાણી જેવી સવલતો પણ વિના મૂલ્યે આપતી હોય કરવેરો  નહીં સગવડ આપવીને લીધે તિજોરી ખાલી થઈ જતી હોય, વર્ષો પહેલા અગ્રણીઓ સ્વ. હરીભાઈ વાલજી નકુમ તથા સ્વ. મેઘજીભાઈ કણઝારીયાના મનમાં આવો વિચાર આવેલો કે ગ્રામ પંચાયતોની નજીક સોસાયટીઓ ખંભાળીયામાં ભેળવી દેવી જોઈએ. તે પછી આ વિચારને અમલ આવે તેવા પ્રયત્નો પણ કરેલા. આખરે તા.૩૦-૬-૨૫ ના રોજ રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે આદેશ પાડીને નજીકની ચાર ગ્રામ પંચાયતોના ઢગલાબંધ વિભાગો ખંભાળીયા શહેરમાં ભેળવવા હુકમ કર્યો છે.

નજીકના ગ્રામ પંચાયતોના વસ્તારોને ભેળવવા માટેની કામગીરી તત્કાલીન જિલ્લા કલેકટર મુકેશ પંડયાના સમયથી શરૂ થયેલ, તે પછી જિલ્લા કલેકટર અશોક શર્મા તથા તત્કાલીન ચિફ ઓફિસર ભરતભાઈ વ્યાસે સુંદર કામ કરી નકશાઓ બનાવેલા અને મિટિંગો યોજી હતી. જે પછી રાજ્યમંત્રી મૂળુભાઈ બેરા તથા સાંસદ પૂનમબેન માડમના પ્રયાસો તથા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા આગેવાનો નરેન્દ્રભાઈ કણઝારીયા, સંજયભાઈ નકુમ, રસીકભાઈ નકુમ તથા ચાર ગ્રામ પંચાયતોના સરપંચો સાથે સંકલન થતા મંત્રી મૂળુભાઈ બેરાએ અધિકારીઓને આ કામ માટે દોડાવતા ગઈકાલે હૂકમ થઈ ગયો છે.

રાજ્ય સરકારના અર્બન ડેવલપમેન્ટ તથા અર્બન હાઉસીગ વિભાગના ડેપ્યૂટી સેક્રેટરી મનીષ શાહની સહીથી ખાસ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું.

નવા ભળનાર તમામ વિસ્તારો હવે ખંભાળીયાના કરવેરાના તંત્રમાં આવશે તથા આ સાથે તમામ વિસ્તારોને સ્ટ્રીટ લાઈટો, રોડ, રસ્તા, ઘરેથી કચરા કલેકશન, સફાઈ તથા અન્ય પાલિકાની સુવિધાઓ સાથે નળ દ્વારા પાણી વિતરણ પણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સી ગ્રેડની નગરપાલિકામાં ખંભાળીયાને વર્ષે ૭/૮ કરોડ ગ્રાંટ મળતી. હવે એ ગ્રેડમાં વર્ષે ૨૭ કરોડની ગ્રાન્ટ મળશે. ત્યારે આ નવા વિસ્તારોમાં વર્ષોની ગ્રામ પંચાયતોની આર્થિક નબળી સ્થિતિ થી લોકોને આવશ્યક સુવિધા ના મળતી તે મળતી તે મળતી થશે. સરકારના નિર્ણયથી ઢગલાબંધ સોસાયટીઓના વર્ષો જુના પ્રશ્નો હલ થઈ જશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh