Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાથે રહેલા કર્મચારીએ સત્તાના મદમાં કર્યું ઉધ્ધત વર્તનઃ
જામનગરમાં ટ્રાફિકની સર્જાતી રહેતી સમસ્યા વચ્ચે વર્ષાેથી ટ્રાફિક પોલીસ દ્વારા જાણે કે ટાર્ગેટ પૂરા કરવા માટે શહેરમાં પાર્કિંગમાં રાખવામાં આવેલા વાહનો અથવા અન્યની ભૂલથી પીળા પટાની બહાર પડેલા વાહનોને ઉપાડી લઈ રૂ.૬૦૦થી રૂ.૧૦૦૦ જેટલો દંડ વસૂલી લેવામાં આવે છે. જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા કેમ ઉકેલાય તેના પર નજર રાખવાની બદલે આ વાહનો 'ઉપાડી' લેવાની પ્રવૃત્તિ જાણે કે પુરજોશમાં ચાલી રહી છે. તે દરમિયાન ગઈકાલે નગરના લીમડા લાઈન વિસ્તારમાં બહારગામથી આવેલા એક વ્યક્તિ અન્ય વ્યક્તિ પાસેથી માંગીને લીધેલી મોટર લઈને પોતાના કામ માટે આવ્યા પછી તેઓએ ટ્રાફિકને અડચણ ન થાય તે રીતે મોટર મૂક્યા પછી 'શિકાર'ની શોધમાં રહેલી ટીમે તે વાહનને લોક મારી દીધુ હતું. ત્યારે જ આવી ગયેલા આસામીએ દંડ લઈ લેવા અને પોતાને એક કલાક પછી ટ્રેનમાં જવાનું હોવાની કાકલૂદી કર્યા પછી પણ સત્તાના મદમાં મ્હાલતા ટોઈંગ ટીમના વ્યક્તિઓએ લોક લાગી ગયું છે, તેમાં લખેલા નંબર પર ફોન કરી દંડ ભરી દેજો તેમ કહી ચાલતી પકડી હતી. અસમંજશમાં ફસાઈ ગયેલા આ વ્યક્તિને તેમનું વાહન માંડ મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વાહન પાર્કિંગ માટે લીમડા લાઈનમાં જે સ્થળે આ મોટર પડી હતી ત્યાં પીળા પટા પણ મારવામાં આવેલા નથી તેમ છતાં મોટર લઈને આવેલા વ્યક્તિએ સાઈડમાં પાર્કિંગ કર્યું હતું પરંતુ ગઈકાલે ટાર્ગેટ કદાચ પૂરો થયો નહીં હોય તેથી ટોઈંગ ટીમે આ આસામીની ટ્રેન છૂટી જાય તે રીતે મોટરને લોક મારી દંડ બીજા વ્યક્તિઓ વસૂલ કરશે તેવું મનસ્વી વર્તન કરતા ચર્ચા જાગી છે.
મોટરના માલિકે આ વાહન અન્ય વાહનને અડચણરૂપ થાય છે તેમ ટીમની સાથે રહેલા પોલીસ કર્મચારી ધવલગીરી ગોસાઈને પૂછતા આ કર્મચારીએ ઉધ્ધતાઈભર્યું વર્તન દાખવી સત્તાનો મદ વ્યક્ત કર્યાે હતો. આ જ રીતે રોજેરોજ નગરના ચાંદીબજાર વિસ્તારમાં પણ વાહન ટોઈંગ કરી લેવામાં આવે છે. પોતાનું વાહન જ્યાં રાખ્યું હોય ત્યાંથી કાઢવા માટે જે તે વાહનચાલક આગળ પડેલું વાહન પીળા પટાની બહાર મૂકી પોતાનું વાહન લઈને ચાલ્યા જાય છે અને પીળા પટાની બહાર મૂકી દેવાયેલું અન્યનું વાહન ટોઈંગ થઈ જાય છે. છેલ્લા એકાદ સપ્તાહમાં આ રીતે ત્રીજો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અગાઉ એક મોટર પીળા પટાની અંદર હોવા છતાં તેને લોક મારી દેવાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial