Advertisement
Author: નોબત સમાચાર

નગરમાંથી બાઈકની ઉઠાંતરી કરનાર શખ્સ ઝડપાયોઃ ચોરાઉ બાઈક કબજે

એલસીબીએ મૂળ ધ્રોલના શખ્સની કરી અટકાયતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: જામનગરના એક આસામીનું બાઈક ગયા બુધવારે ચોરાઈ ગયા પછી તેની કરાયેલી ફરિયાદની તપાસમાં એલસીબી એ મૂળ ધ્રોલના અને હાલમાં જામનગરમાં રહેતા શખ્સને દબોચી લીધો છે.

જામનગરના ગોકુલનગર નજીક આવેલા સાંઢીયા પુલ પાસે રહેતા મોહિતભાઈ જેન્તીભાઈ ઝાલા નામના આસામીએ ગયા બુધવારે રાત્રે પોતાનું જીજે-૩૭-એ ૨૨૨૬ નંબરનું હીરો મોટરસાયકલ ત્યાં આવેલા એક મંદિરની સામેની સાઈડમાં પાર્ક કર્યું હતું. બીજા દિવસની સવાર સુધીમાં ત્યાંથી રૂપિયા ૨૦,૦૦૦નું આ વાહન ચોરાઈ ગયું હોવાની સિટી સી ડિવિઝનમાં રાવ કરાઈ હતી.

તેની તપાસ દરમિયાન એલસીબીના દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ, કાસમ બ્લોચને મળેલી બાતમીના આધારે દિગ્જામ સર્કલ નજીક ઓવરબ્રિજ પાસે મૂળ ધ્રોલના અને હાલમાં જકાતનાકા નજીક સોહમ નગરમાં રહેતા રાહુલ જયંતિભાઈ અઘેરા નામના શખ્સને દબોચી લેવાયો હતો. આ શખ્સે ચોરાઉ મોટરસાયકલ કાઢી આપી તેને ચોર્યાની કબૂલાત આપી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh