Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગત્ શનિવારે બપોરે જિલ્લા વહીવટી તંત્રને સરકાર તરફથી થયેલી આપાતકાલિન સૂચના મુજબ પોલીસ તંત્ર દ્વારા જામનગર શહેરમાં તમામ બજારો, દુકાનો, શો-રૂમ, વેપાર-ધંધા, ઉદ્યોગો બંધ કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં નગરજનો, વેપારીઓ, ઉદ્યોગકારો, શ્રમિકો, રેંકડીધારકો સહિત સૌએ અભૂતપૂર્વ સહકાર આપ્યો હતો. પરિણામે સાંજે પાંચ વાગ્યાથી આખું શહેર સુમસામ બની ગયું હતું. ચા-પાણીની દુકાનો પણ બંધ થઈ ગઈ હતી. શહેરમાં રકરફ્યુ જેવું વાતાવરણ છવાઈ ગયું હતું. માર્ગો પર લોકોની અને વાહનોની અવરજવર પણ સાવ નહીંવત્ જોવા મળી હતી. તેમાં ય શનિવારે રાત્રે ૧૧ વાગ્યાથી રવિવારે સવારે ૬ વાગ્યા સુધી બ્લેકઆઉટના કારણે સમગ્ર શહેરમાં ભેંકાર-અધારપટ થઈ ગયો હતો. ઉપરોક્ત તસ્વીરોમાં ગ્રેઈન માર્કેટ, દરબારગઢ, બર્ધનચોક, હવાઈચોક, ઉદ્યોગનગર ફેસ-૩, સેન્ટ્રલ બેંક રોડ, સુપર માર્કેટ, નાના-મોટા શો-રૂમ, મોલ વગેરે બંધ હાલતમાં નજરે પડે છે, જો કે રવિવારે સવારથી જામનગરમાં જનજીવન પૂર્વવત દોડતું થયું હતું અને તેમાં ય યુદ્ધ વિરામની જાહેરાતના પગલે લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial