Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદ તા. ૧રઃ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવતીકાલથી ૧પ મે દરમિયાન પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થતા વરસાદ થશે અને આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થશે તેવી આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલનું માનવું છે કે, હજુ પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થઈ થશે અને ઉ. ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદ થઈ શકે છે. ૧૩, ૧૪ અને ૧પ મે સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ૧૭ મે થી તાપમાનમાં વધારો થશે અને મહત્તમ તાપમાન ૩૯ કે ૪૦ ડીગ્રી થવાની શક્યતા છે.
અંબાલાલ પટેલનું કહેવું છે કે આગામી ૧૩ મે થી પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થશે અને આ વખતે ચોમાસું વહેલું શરૂ થવાની શક્યતા છે. ર૪, રપ મે થી ૪ જૂન વચ્ચે અરબ સાગરમાં હલથશે અને ર૮ મે થી ૪ જૂન સુધી કેરળમાં ચોમાસું શરૂ થશે અને લો પ્રેશર થતા અરબ સાગરમાં ચક્રવાત થઈ શકે છે અને રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો ચોમાસું સારૃં જશે તેવી આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, મધ્ય ગુજરાત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા સહિત ૪૧ ડીગ્રી સુધી ગરમી રહેશે, તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, દમણ સહિતના વિસ્તારોમાં ૪ર ડીગ્રી સુધી ગરમી રહી શકે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર સહિત ૩૯ થી ૪૦ ડીગ્રી રહેશે, અગાઉ રાજ્યમાં નબળા પડેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે મે મહિનાના અંતમાં ગરમી આકરી પડશે સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાદળછાયું વાતાવરણ રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial