Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુદ્ધ જેવી સ્થિતિમાં મદદરૂપ થવાના હેતુથી
ખંભાળિયા તા. ૧રઃ ખંભાળિયામાં યુદ્ધ જેવી સ્થિતિમાં મદદરૂપ થવા માટે રક્તદાન કેમ્પ યોજીને ર૪,૦૦૦ સી.સી. રક્ત સરકારી બ્લડબેંકમાં એકત્રિત કરાયું હતું.
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે રક્તની જરૂરત અંગે આગમચેતીના ભાગરૂપે ખંભાળિયા-ભાણવડમાં ખંભાળિયા પ્રાંત અધિકારી શ્રી કે.કે. કરમટાના માર્ગદર્શનમાં બે કેમ્પો યોજાયા હતાં તથા ખંભાળિયાની સરકારી બ્લડબેંકમાં રક્ત આપવામાં આવ્યું હતું.
ખંભાળિયામાં આ આપાતકાલિન સ્થિતિના આગોતરા આયોજન રૂપ રક્તદાન કેમ્પને સારો પ્રતિસાદ લોકોએ આપ્યો હતો. ખંભાળિયાના જલારામ મંદિરે યોજાયેલ કેમ્પ, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, જલારામ સતસંગમંડળ તથા લાયન્સ ક્લબ અને રેડક્રોસ સંસ્થા દ્વારા યોજાયો હતો. જેમાં ઉત્સાહપૂર્વક ૮૦ જેટલા રક્તદાતાઓએ ઉત્સાહથી રક્તદાન કર્યું હતું.
ડોક્ટર્સ એસો.ના ડો. જાદવ, રેડક્રોસના કિરીટભાઈ મજીઠિયા, જલારામ સત્સંગ મંડળના વિઠ્ઠલાણીભાઈ, લાયન્સના પરેશભાઈ મહેતા, હાડાભા જામ વિગેરે જોડાયા હતાં તથા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ચિરાગ ચોબીસા, સરકારી બ્લડ બેંકના ડો. કનારા, લખમણભાઈ, અગ્રણીઓ હિતેન્દ્રભાઈ આચાર્ય, વનરાજસિંહ વાઢેર, હસુભાઈ ધોળકિયા, પરેશભાઈ મહેતા, રૂપેશભાઈ ગોકાણી વિગેરે જોડાયા હતાં.
રક્તદાતાઓ તથા ઉપસ્થિત નાગરિકોએ પાકિસ્તાનના હુમલા અને તેમના વર્તનની ટીકાઓ કરીને સખત બોધપાઠ આપવા માંગ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial