Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલ તુરંત ૯૦ દિવસ માટે થઈ ડીલઃ
વોશિંગ્ટન તા. ૧રઃ અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાત થઈ છે, જે મુજબ બન્ને દેશોએ ૧૧પ % ટેરિફ ઘટાડ્યો છે.
અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરના સમાધાન મુદ્દે ચાલી રહેલી બે દિવસીય વાતચીતમાં બન્ને દેશોએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. અમેરિકા અને ચીને બન્નેએ એકબીજા પર લાદેલા રેસિપ્રોકલ ટેરિફમાં ઘટાડો કરવા સહમતિ દર્શાવી છે.
બન્ને દેશોએ ૯૦ માટે લાગુ ટેરિફમાં ૧૧પ ટકા સુધીનો ઘટાડો કર્યો છે. ચીને મંત્રણાઓ વચ્ચે અમેરિકાની પ્રોડક્ટ્સ પર લાગુ રેસિપ્રોકલ ટેરિફ ૧રપ ટકાથી ઘટાડી ૧૦ ટકા કર્યો છે, જ્યારે અમેરિકાએ ચીનની પ્રોડક્ટ્સ પર ટેરિફ ૧૪પ ટકાથી ઘટાડી ૩૦ ટકા કરવા સહમતિ દર્શાવી છે.
આ સમજુતિ પ્રારંભિક ધોરણે ૯૦ દિવસ સુધી લાગુ રહેશે. ચીનના વાઈસ પ્રીમિયર હી લિફેંગ અને યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે, બન્ને દેશોએ આ નિર્ણય પર સહમતિ દર્શાવી છે. તેમજ આર્થિક અને વેપાર સંબંધો મુદ્દે ચર્ચાઓ જારી રહેશે.
બન્ને દેશો ચીન અને અમેરિકામાં વૈકલ્પિક ધોરણે ચર્ચાઓ કરી શકે છે, જેમાં જરૂર પડે તો આર્થિક અને વેપાર મુદ્દાઓ સંબંધિત ભલામણોને ધ્યાનમાં લઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial