Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈન્સ્ટાગ્રામ પર મૂકી ભાવુક પોસ્ટ
મુંબઈ તા. ૧૨: બીસીસીઆઈએ પૂનવિચારણા માટે કહ્યું હતું, પરંતુ અંતે વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે.
ભારતીય બેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેમણે આ માહિતી ઇન્સ્ટાગ્રામ પર આપી હતી. આ પહેલા વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે અગાઉ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ને આ અંગે જાણ કરી હતી, બીસીસીઆઈએ તેમને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહૃાું હતું, પરંતુ વિરાટ કોહલીએ આ નિર્ણય બદલ્યો નથી.
બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં ૨૫થી ઓછા સરેરાશથી રન બનાવ્યા બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં વિરાટનું પ્રદર્શન સારું નહોતું કારણ કે તેણે ૨૫ કરતા ઓછાની સરેરાશથી રન બનાવ્યા હતા. આ શ્રેણીમાં તેણે ૨૩.૭૫ ની સરેરાશથી રન બનાવ્યા હતા. ૮ માંથી ૭ વખત તે ઓફ સ્ટમ્પની બહાર બોલ પર આઉટ થયો હતો. બીજીટીમાં, કોહલીએ ૯ ઇનિંગ્સમાં ૧૯૦ રન બનાવ્યા જેમાં એક અણનમ સદીનો સમાવેશ થાય છે. છેલ્લા ૫ વર્ષમાં, તેણે ૩૭ ટેસ્ટમાં ફક્ત ૩ સદી ફટકારી છે અને તેની સરેરાશ ૩૫ થી ઓછી રહી છે. અગાઉ, કોહલીએ ટી-૨૦ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ તે આઈપીએલ-૨૦૨૫ માં જબરદસ્ત ફોર્મમાં રહૃાો. તેણે અત્યાર સુધીમાં ૧૧ મેચમાં ૫૦૫ રન બનાવ્યા છે.
ઉલ્લેખનિય છે કે, વિરાટ કોહલીએ રોહિત શર્માના માર્ગે ચાલતા ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલાં જ બીસીસીઆઈને તેના આ નિર્ણય વિશે જણાવ્યું હતું. બીસીસીઆઈ તેને આ નિર્ણય પાછો ખેંચી લેવા મનાવવા પ્રયાસ કરી રહૃાું હતું. જોકે વિરાટે બીસીસીઆઈની વાત માની નથી.
વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર મૂકેલી પોસ્ટમાં લખ્યું કે ૧૪ વર્ષ પહેલાં ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર બેગી બ્લુ જર્સી પહેરીને પ્રવેશ લીધો હતો. સાચું કહું તો, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને કેવા પ્રવાસ પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને ઘડ્યો, અને મને એવા પાઠ શીખવ્યા જેનું હું મારા બાકીના જીવનમાં અનુસરણ કરીશ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial