| | |

લૂંટના ગુન્હામાં આરોપીઓની મુક્તિ

જામનગર તા. ૧૫ઃ જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા જોગણી બ્રાસ નામના કારખાનામાં ગઈ તા. ૩.૪.ર૦૦૬ ની રાત્રિના સમયે કેટલાક શખ્સો ભંગાર ચોરી કરીને લઈ જતા જોવા મળતા ચોકીદાર શ્યામબહાદુર પમબહાદુર નેપાળીએ તેઓને પડકાર્યા હતાં.તેથી ભંગાર લઈ જતા શખ્સોએ પથ્થરોના ઘા કરી શ્યામબહાદુરને ઈજા કરી ભંગારની લૂંટ કર્યાની ફરિયાદ પોલીસમાં થઈ હતી.

આ ગુન્હામાં પોલીસે જીકર જાકુ ભાયા, ઈનીફ હાસમ, મહેબુબ મામદ સમા, યુનુસ મામદ મલેકની ધરપકડ કરી હતી. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ વિક્રમસિંહ જેઠવા રોકાયા હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit