| | |

સ્કાયમેટનું સાત ટકા ઓછા વરસાદનું અનુમાનઃ હવામાન વિભાગની સામાન્ય વરસાદની આગાહી

નવી દિલ્હી તા. ૧પઃ સ્કાયમેટ દ્વારા આ વર્ષે ૭ ટકા ઓછા વરસાદનું અનુમાન કરાયું છે જ્યારે હવામાન વિભાગે સામાન્ય વરસાદની આગાહી કરી છે.

ચોમાસું આ વખતે ત્રણ દિવસ મોડેથી ૪ જૂનના કેરળ પહોંચી શકે છે. હવામાન અંગે આગાહી કરનારી ખાનગી કંપની સ્કાયમેટ દ્વારા દાવો કરાયો છે કે આ વખતે ચોમાસું સામાન્યથી ૭ ટકા એટલે કે ૯૩ ટકા જેટલું રહેશે. જ્યારે હાલમાં જ હવામાન વિભાગે દાવો કર્યો હતો કે ચોમાસું સામાન્ય રહેશે. ચોમાસું સામાન્ય હોય ત્યારે ૮૮૭ મી.મી. વરસાદ થાય છે. નવા અનુમાન અનુસાર આ વખતે ૮રપ મી.મી. વરસાદ થશે. એટલે કે ૬ર મી.મી. ઓછો. આ કારણે પાકની વાવણીમાં વિલ્બ થઈ શકે છે જેની સીધી અસર અર્થતંત્ર પર થશે.

ઉત્તર-મધ્ય ભારતમાં ઓછો અને દક્ષિણમાં સામાન્ય વરસાદનું અનુમાન થયું છે. હિમાચલ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં સારો વરસાદ થશે. તેવી જ રીતે છત્તીસગઢ, ઓડિશા-દક્ષિણના રાજ્યોમાં સારો વરસાદ થશે. મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, બંગાળ અને પૂર્વ ભારતમાં સામાન્યથી થોડો ઓછો વરસાદ થશે. પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ૧૦ ટકાથી ઓછો વરસાદ થવાની સંભાવના બતાવાઈ છે. સ્કાઈમેટે મધ્ય ભારતમાં સૌથી ઓછા ૬૧ ટકા વરસાદનું અનુમાન કર્યું છે. પૂર્વોત્તરમાં ૯ર ટકા, દક્ષિણમાં ૯પ ટકા અને પશ્ચિમ ઉત્તરમાં ૯૬ ટકા વરસાદ થઈ શકે છે. દરિયાઈ પવનનું વલણ બદલાતું જાય છે. વરસાદવાળા ક્ષેત્રમાં વરસાદ થતો નથી. જ્યારે જ્યાં વરસાદ નથી થતો ત્યાં મુશળધાર વરસાદ પડે છે. સ્કાયમેટનું ર૦૧૭ માં અનુમાન સાચું ઠર્યું હતું, પરંતુ ર૦૧૮ માં ખોટું પડ્યું હતું.

વર્ષ ર૦૧૪ માં હવામાન વિભાગે ૯૬ ટકા અને સ્કાયમેટે ૯૪ ટકા વરસાદનું અનુમાન કર્યું હતું, જ્યારે વાસ્તવમાં ૮૮ ટકા જ વરસાદ થયો હતો. વર્ષ ર૦૧પ માં હવામાન વિભાગે ૯૩ ટકા અને સ્કાયમેટે ૧૦ર  ટકા વરસાદની આગાહી કરી હતી, પરંતુ હકીકતે ૮૬ ટકા જ વરસાદ પડ્યો હતો. વર્ષ ર૦૧૬ માં હવામાન વિભાગે ૧૦૬ ટકા વરસાદની આગાહી કરી હતી, જ્યારે સ્કાયમેટે પણ ૧૦પ ટકા વરસાદનું અનુમાન કર્યું હતું, પરંતુ વાસ્તવમાં માત્ર ૯૪ ટકા જ વરસાદ થયો હતો. વર્ષ ર૦૧૭ માં હવામન વિભાગે ૯૮ ટકા અને સ્કાયમેટે ૯પ ટકા વરસાદની આગાહી કરી હતી, જેમાં સ્કાયમેટની આગાહી સાચી પડી હતી, પરંતુ વર્ષ ર૦૧૮ માં  હવામાન વિભાગે ૯૭ ટકા અને સ્કાયમેટે ૧૦૦ ટકા વરસાદની આગાહી કરી હતી, પણ હકીકતે ૯૧ ટકા વરસાદ જ પડ્યો હતો.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit