| | |

ધો. ૧૦નું પરિણામ તા. ૨૧ મે ના થશે જાહેર

ગાંધીનગર તા. ૧પઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખુશખબર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ ના વિદ્યાર્થીઓ માટે પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. ધોરણ-૧૦ ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે આગામી તા. ર૧મી મે ના દિવસે પરિણામ જાહેર થનારૃં છે. બોર્ડના વિદ્યાર્થીઓ ર૧-મે ના રોજ સવારે આઠ વાગ્યાથી જીએસઈબીની વેબસાઈટ પર જોઈ શકાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના વિદ્યાર્થીઓએ ધોરણ-૧૦ ની પરીક્ષા માર્ચ-ર૦૧૯ માં લેવાઈ હતી. જેના પરિણામો અંગે વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit