વૈશ્વિક મોરચે આર્થિક આંક નબળો જાહેર થતાં ફોરેન ફંડોની શેરોમાં આક્રમક લેવાલીની શક્યતા

ભારતીય શેરબજારોમાં બન્ને બાજુ વધઘટઃ ફિચ રેટીંગ એજન્સીએ ભારતનો આર્થિક વિકાસ દર ઘટાડતા શેરોમાં તેજીને બ્રેક

ભારતીય શેરબજારોમાં ચાર દિવસના ટૂંકા સત્રમાં બન્ને બાજુની વધઘટ રહી હતી. જો કે, સપ્તાહની શરૃઆત તેજીના માહોલ વચ્ચે થઈ હતી. પરંતુ ફિચ રેટિંગ્સે આગામી નાણાંકીય વર્ષ માટે ભારતના આર્થિક વિકાસનો અંદાજ ઘટાડતા સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સમાં રરર પોઈન્ટનું ગાબડું પડી ગયું હતું. અને ૩૮૧૬પ બંધ રહ્યો હતો. નિફટી સ્પોટ પણ ૬૪ પોઈન્ટ ઘટી ૧૧૪પ૭ બંધ રહ્યો હતો. નિફટી સ્પોટે ૧૧પ૦૦ ની સપાટી ગુમાવી હતી. આઠ દિવસની તેજીને બ્રેક લાગી હતી. આમ છતાં એકંદરે ટોન ટેકલો રહ્યો હતો.

લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રમાં બહુમતી ધરાવતી સરકાર રચાવાની ધારણાથી તેજીનું ચક્ર ગતિશીલ રહ્યું હતું. સપ્તાહના પ્રથમ દિવસથી જ તેજીના એંધાણ શરૃ થયા હતાં. સેન્સેક્સ ૭૧ પોઈન્ટ ઉછળ્યો હતો. નિફટી સ્પોટ ૩પ પોઈન્ટ વધ્યો હતો. આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોણ મેદાન મારશે તેનો વિવિધ સર્વે શરૃ થયો છે. ભાજપ અને એનડીએ મળીને ૩૦૦ થી વધુ સીટ પર જીત મેળવશે, તેવો આશાવાદ છે.

ફોરેન ફંડો એફપીઆઈ/એફઆઈઆઈની ભારતીય શેરબજારોમાં એક પખવાડિયાથી આક્રમક લેવાલી છે. આથી સેન્સેક્સે ઘ૮૦૦૦ ની સપાટી કુદાવી છે. નિફટી સ્પોટે ૧૧પ૦૦ ની સપાટી પાર કરી છે, ત્યારે આ તેજીની આક્રમકતા સપ્તાહના છેલ્લા બે દિવસમાં મંદ પડી છે. પરંતુ વૈશ્વિક મોરચે અમેરિકા, જર્મની, ફ્રાંસના ઔદ્યોગિક અને આર્થિક આંક નબળો જાહેર થયો છે. આથી હજુ અનિશ્ચિતતા પ્રવર્તે છે. ત્યારે પ્રિ-ઈલેકશન તેજી ટૂંકાગાળા માટે વિરામ લીધા બાદ ફરી ફોરેન ફંડોની શેરોમાં ખરીદી આક્રમક લેવાલીની શક્યતા છે.

રાજકીય ક્ષેત્રે લોકસભાની ચૂંટણીના દિવસો નજીક આવે છે. તેમ રાજકીય ગરમાવો વધે છે. સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષોએ પ્રચાર આક્રમક શરૃ કર્યો છે. એકબીજા પર આક્ષેપો થાય છે. પાકિસ્તાન તરફથી જમ્મુ-કાશ્મીર સરહદે આક્રમણ ચાલુ છે. સરહદ પર હુમલા થાય છે. તેની માઠી અસર બજાર પર થવા સંભવ છે. આર્થિક ક્ષેત્રે ક્રૂડ ઓઈલ વધતું જાય છે. રૃપિયો અમેરિકી ડોલર સામે નબળો પડે છે. બિચે ભારતનો આર્થિક વિકાસનો અંદાજ ૭ ટકાથી ઘટાડી ૬.૮૦ ટકા કર્યો છે. જેની માઠી અસર બજાર પર થઈ છે.

મુંબઈમાં શેરબજાર તથા નેશનલ સ્ટોક એક્સચેંજમાં સપ્તાહ દરમિયાન બન્ને બાજુની વધઘટ રહી હતી. જો કે, સપ્તાહની શરૃઆત તેજીના એંધાણ વચ્ચે થઈ હતી. ફોરેન ફંડો, એફપીઆઈ અને અફઆઈઆઈની પ્રથમ દિવસે આક્રમક વનસાઈડ ઓલ રાઉન્ડ લેવાલીથી તેજી આગળ વધી હતી. સેન્સેક્સ ૭૧ પોઈન્ટ ઉછળ્યો હતો. નિફટી સ્પોટ ૩પ પોઈન્ટ વધ્યો હતો. લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રમાં બહુમતિ ધરાવતી સરકાર રચાવાની ધારણાથી તેજીનું ચક્ર ગતિશીલ રહ્યું હતું. પ્રિ-ઈલેકશન આક્રમક તેજી રહી હતી.

લોકસભાની ચૂંટણીના દિવસો નજીક આવે છે. તેમ સત્તાધારી પક્ષ અને વિરોધપક્ષોનો આક્રમક પ્રચાર શરૃ થયો છે. આ વખતે કોણ મેદાન મારી જશે તેનો વિવિધ સર્વે શરૃ થયો છે. એનડીએ અનેભાજપ મળી ૩૦૦ સીટની જીત મેળવશે. એવો આશાવદ પ્રવર્તે છે. ક્રૂડ ઓઈલ બ્રેન્ટનો ભાવ વધીને ૬૭.૩પ હતો. જેના કારણે ભારતની ક્રૂડ ઓઈલની આયાત મોંઘી થવાની શક્યતા છે. અનિલ અંબાણી ગ્રુપના શેરોમાં તેજી થઈ હતી. મુકેશ અંબાણીએ અનિલ અંબાણીને મદદ કરવાથી અનિલ અંબાણીના શેરોમાં મજબૂતાઈ આવી હતી.

શેરોમાં વિદેશી ફંડોની આક્રમક લેવાલીથી સેન્સેક્સમાં ર૬૮ પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. નિફટી સ્પોટ ૭૦ પોઈન્ટ ઉછળ્યો હતો. લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૃ થઈ છે. આગામી સરકાર સ્થિર સરકાર રચાવાની અપેક્ષા છે. ભારતીય શેરબજારોમાં એફપીઆઈ/એફઆઈઆઈની ઓલ રાઉન્ડ લેવાલી હતી. આથી તેજી આગળ વધી હતી. છેલ્લા કેટલાક દિવસથી રૃપિયા સામે અમેરિકી ડોલરનું પતન જોવા મળે છે. આથી વિદેશની ખરીદી વધી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ અનિલ અંબાણીને મદદ કરવાથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો ભાવ વધીને ૧૩૭પ એક તબક્કે થઈ ગયો હતો.

સપ્તાહના ત્રિજા દિવસે તેજી થાક ખાતી હતી. સાંકડી વધઘટે સેન્સેક્સ ર૩ પોઈન્ટ સુધર્યો હતો. નિફટી સ્પોટમાં ૧૧ પોઈન્ટનો સુધારો હતો. બજારોમાં ઊંચા મથાળે નવી લેવાલીનો અભાવ હતો. વૈશ્વિક સ્તરે ક્રૂડમાં પીછેહઠ હતી. ડોલર નબળો પડ્યો હતો. ખેલાડીઓની સાવચેતી હતી. જો કે, પસંદગીના હેવી વેઈટ શેરોમાં નવી લેવાલી હતી.

ફિચ રેટિંગ એજન્સીએ આગામી નાણાકીય વર્ષ માટેના ભારતના આર્થિક વિકાસનો અંદાજ ૭ ટકાથી ઘટાડી ૬.૮૦ ટકા કર્યો હતો. આથી માઠી અસર બજાર પર થઈ હતી. શેરોમાં આઠ દિવસની તેજીને બ્રેક લાગી હતી. સપ્તાહના આખરના દિવસે વિદેશી ફંડોના પ્રોફિટ બુકીંગથી સેન્સેક્સમાં રરર પોઈન્ટનું ગાબડું પડી ૩૮૧૬પ બંધ રહ્યો હતો. નિફટી સ્પોટ ૬૪ પોઈન્ટ ઘટી ૧૧૪પ૭ બંધ હતો. યુ.એસ. ફેડરલ રિઝર્વે વ્યાજ દર જાળવી રાખવાની જાહેરાત કરી હતી. વૈશ્વિક આર્થિક વૃદ્ધિનો અંદાજ પણ નબળો મૂકાતાં ક્રૂડ ઓઈલ બ્રેન્ટ ઘટીને ૬૮ ડોલરની અંદર ગયો હતો. અમેરિકી ડોલર વધીને ૬૮.૯પ થયો હતો. આથી ફંડોની નફારૃપી વેંચવાલી હતી. સ્મોલ, મિડકેપ શેરોમાં ઓફ લોડીંગ હતું. મેટલ - માઈનીંગ શેરોમાં તેજી હતી. નિફટી સ્પોટે ૧૧પ૦૦ ની સપાટી ગુમાવી હતી.  જો કે, એફઆઈઆઈની કેશમાં રૃા. ૧૩૭પ કરોડની અને ફ્યુચર્સમાં રૃા. પપ૦ કરોડની ખરીદી હતી.



close
Ank Bandh