રાહુલ ગાંધી અમદાવાદ પહોંચ્યાઃ બપોરે મેટ્રો. કોર્ટમાં રહેશે હાજર

અમદાવાદ તા. ૧રઃ રાહુલ ગાંધી અમદાવાદ પહોંચ્યા છે અને તેઓ બપોરે બે વાગ્યે મેટ્રો. કોર્ટમાં હાજરી આપશે.

પટણા પછી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે એટલે કે શુેક્રવારે અમદાવાદની ગાંધી ધીકાંટા મેટ્રો. કોર્ટમાં જુબાની આપવા પહોંચ્યા છે. રાહુલ ગાંધી પર નોટબંધી દરમિયાન આપવામાં આવેલા નિવેદનને લઈને અમદાવાદમાં માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલાની આજે સુનાવણી થશે. એરપોર્ટ પર કોંગ્રેસના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

કોર્ટ સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીને રજૂ થવાનો નિર્દેશ કર્યો હતો. નોટબંધી દરમિયાન રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલાએ અમદાવાદ જિલ્લા સહકારી બેંક (એડીસી) પર ૭૪પ કરોડ રૃપિયાનું કાળા નાણાને વ્હાઈટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારપછી એડીસી બેંક અને તેના ચેરમેન અજય પટેલે રાહુલ ગાંધી વિરૃદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એડીસી બેંક માનહાનિ કેસમાં અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં આજે હાજર રહેશે. તેઓ સીધા કોર્ટમાં જવા માટે બે વાગ્યા સુધીમાં પહોંચશે.

માનહાનિ કેસના આ મામલામાં કોર્ટે એપ્રિલમાં સુનાવણી કરી હતી અને ત્યારે કોર્ટે રાહુલ ગાંધીને ર૭ મે ના હાજર થવાનો આદેશ કર્યો હતો, પરંતુ રાહુલ ગાંધીએ કોર્ટને અપીલ કરીને તેમને વધારાનો સમય માંગ્યો હતો. આ માંગને કોર્ટે સ્વીકાર કર્યો હતો અને રાહુલ ગાંધીને ૧ર જુલાઈએ કોર્ટ સમક્ષ રજૂ થવાનો આદેશ કર્યો હતો. આજે રાહુલ ગાંધી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ તથા ધારાસભ્યો સાથે બેઠક યોજશે તેમ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું.

close
Nobat Subscription