Advertisement

ગુજરાતમાં ધો. ૯ થી ૧૧ ની શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૃ કરવા માંગણી

ખંભાળીયા તા. ૨૦ઃ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા કોરોના ગાઈડ લાઈનના સંપૂર્ણ પાલન સાથે રાજ્યની શાળાઓમાં મરજીયાત રીતે વાલીઓની સહમતિથી ધો. ૧૨ ના વર્ગો શરૃ કરાયા છે ત્યારે રાજ્યના અખિલ ગુજરાત સંચાલક મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને લેખિત જાણ કરીને રાજ્યની તમામ ખાનગી, સરકારી, ગ્રાંટેડ શાળાઓમાં ધો. ૯ થી ૧૨ ના તમામ વર્ગો શરૃ કરવા માંગ કરી છે.

પ્રમુખ નારણભાઈ પટેલ, મહામંત્રી કનુભાઈ સોરઠીયા, સુરેશભાઈ પટેલ, અધ્યક્ષ દિલીપભાઈ ચૌધરી તથા ઉપાધ્યક્ષ સુખદેવસિંહ વાંસિયા દ્વારા જે રીતે કોરોનાની બીજી લહેર પહેલા તબક્કાવાર શાળાઓ શરૃ કરાઈ હતી તે રીતે ધો. ૯ થી ૧૨ ની તમામ શાળાઓ કોરોનાની ગાઈડ લાઈનને ધ્યાને રાખીને શરૃ કરવા માંગ કરાઈ છે.

ગ્રામ્ય પંથકમાં નેટ કનેકટીવીટી ન હોય તથા પ્રત્યેક્ષ શિક્ષણ સારું રહેતું હોય, મહિનાઓથી શાળા બંધ હોય છાત્રો પણ ઘરે કંટાળી ગયા હોય, શાળાઓ તાકીદે શરૃ કરી શિક્ષણ તથા છાત્રોના હિતમાં નિર્ણય લેવાની માંગણી કરાઈ છે.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit