Advertisement

બેન્કને લેણી રકમ ચૂકવી આપવા અદાલતનો બે આસામીને આદેશ

જામનગર તા. ૩ઃ જામનગરના બે આસામી સામે લેણી રકમ વસૂલવા એસબીઆઈ દ્વારા અદાલતમાં દાવા કરવામાં આવ્યાં હતાં. અદાલતે લેણી રકમ વ્યાજ સાથે ચૂકવવા સામાવાળાને હુકમ કર્યો છે.

જામનગરના રાજપાર્ક વિસ્તારમાં રહેતાં જયેશ કાંતિભાઈ ઉમરાણીયાએ ફેબ્રીકેશન વર્કની મશીનરી તથા ફર્નિચરની ખરીદી માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ભલામણથી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની જામનગર શાખામાંથી રૃપિયા સાડા પાંચ લાખની લોન મેળવી હતી. તે લોનના હપ્તા નિયમિત રીતે ભરપાઈ કરવામાં ન આવતાં સેન્ટ્રલ બેન્ક દ્વારા બાકી રહેતી રકમ રૃપિયા ૪,૨૩,૮૨૧ની વસુલાત માટે જામનગરની અદાલતમાં દાવો નોંધાવવામાં આવ્યો હતો. તે દાવો ચાલી જતાં અદાલતે બાકી રકમ દાવો દાખલ થયાની તારીખથી ૧૧.૨૫ ટકાના વ્યાજ તથા દાવાના ખર્ચ સાથે ચૂકવી આપવા હુકમ કર્યો છે.

જામનગરના મોહનભાઈ ભીખાભાઈ સોનગરા નામના આસામીએ બ્રાસપાર્ટની મશીનરીની ખરીદી માટે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી રૃપિયા છ લાખની લોન મેળવી હતી. તેના હપ્તા નિયમિત ભરપાઈ કરવામાં ન આવતા બેંક દ્વારા લોનની બાકી રકમ રૃપિયા ૪,૩૦,૪૮૧ની વસુલાત માટે અદાલતમાં દાવો કરવામાં આવ્યો હતો. જે દાવો ચાલી જતાં અદાલતે દાવો દાખલ થયાની તારીખથી ૧૦.૬૦ ટકા વ્યાજ સાથે તે રકમ બેંકને ચૂકવી આપવા મોહનભાઈને હુકમ કર્યો છે. બંને કેસમાં બેંક તરફથી વકીલ દિનેશ પંડ્યા રોકાયા હતા.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit