Advertisement

ભારતમાં કોરોના થકી સરકારી આંકડાથી દસ ગણા ૪૭ લાખ મૃત્યુ થયા છેઃ અભ્યાસ

પી.એમ.ના પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ્ જોડાયેલા છે તે રિસર્ચ ગ્રુપનો દાવોઃ

નવી દિલ્હી તા. ર૧ઃ ભારતમાં કોરોનાથી મૃતકોની સંખ્યા સરકારી આંકડાથી દસગણી એટલે કે ૪૭ લાખ હોવાનો ઘટસ્ફોટ વોશિંગ્ટનના એક રિસર્ચ ગ્રુપે કર્યો છે.

અમેરિકાના સ્ટડીમાં ભારતના પૂર્વ આર્થિક સલાહકાર સુબ્રમણ્યમ પણ સામેલ અમેરિકાની આ સ્ટડીનો દાવો સાચો હોય તો સ્વતંત્રતા પછી ભારતમાં સૌથી મોટી માનવ ખુવારી ગણાશે. અમેરિકાના એક રિસર્ચ ગ્રુપનો દાવો છે કે ભારત સરકાર દ્વારા કોરોનાને કારણે થયેલા મોતના જે આંકડા જાહેર કરાયા છે તેના કરતા હકીકતમાં અનેકગણા વધુ લોકો કોરોનાથી માર્યા ગયા છે. આ રિપોર્ટના દાવા અનુસાર ભારતમાં કોરોનાથી ૪૭ લાખ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે સરકારનો દાવો છે કે મોતનો આંકડો માત્ર ૪ લાખની આસપાસ છે.

અમેરિકી સ્ટફી ગ્રુપ સેન્ટર ઓફ ગ્લોબલ ડેવલપમેન્ટના રિપોર્ટમાં દાવો કરાયો છે તે મુજબ ભારતમાં સરકાર દ્વારા કોરોના મોતના આંકડા જાહેર કરાયા તેનાથી ૧૦ ગણા વધુ લોકો માર્યા ગયા છે. અત્યાર સુધી કોરોનાથી મોતના સર્વોત્તમ આંકડાના દાવા કરાયા તેમાં સૌથી વધુ આંકડો અમેરિકાના આ સ્ટડી ગ્રુપ દ્વારા જાહેર કરાયો છે. આ સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં એપ્રિલ અને મે માં કોરોનાને કારણે સૌથી વધુ મોત નિપજ્યા હતાં, જ્યારે કોરોનાની ભારતમાં શરૃઆત થઈ ત્યારથી લઈને આ વર્ષે જૂન મહિના સુધીમાં ભારતમાં ૩૪ થી ૪૭ લાખ લોકોના મોત નિપજ્યા છે.

આ રિસર્ચનો દાવો છે કે વાસ્તવમાં મોતનો આંકડો અનેક મિલિયન હોઈ શકે છે. જો આ આંકડા સાચા હોય તો ભારતમાં આઝાદી પછી આ સૌથી મોટી જાનહાની માનવામાં આવશે. સ્ટડીમાં ગત્ વર્ષ અને આ વર્ષે થયેલા મોતના આંકડાઓનું એનાલિસિસ કર્યું છે. આ સ્ટડીના લેખકોમાં ભારતના મુખ્ય આર્થિક સલાહકાર રહી ચૂકેલા સુબ્રમણ્યમ્ સ્વામી પણ સામેલ છે. અગાઉ આ જ પ્રકારે લાખોના મોતનો દાવો ફ્રાન્સના રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ દ્વારા કરાયો હતો.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit